SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પતંગપુરાણ [અધ્યાય છે તેને "કનકવો" યાને “પતંગ' કહેવામાં આવે છે. જે એ કનક બહુ નાનું હોય તે એને ૧ કનકવી”, “પતંગડી', “ઢેચી', “લેપડી', “લૂંપડી', કુદી કે “કુગ્ગી' કહેવામાં આવે છે. “કાશી-નાગરી–પ્રચારિણી સભા' તરફથી પ્રસિદ્ધ થયેલા “હિંવી-રસાર અર્થાત્ હિંદી માણો gf વૃહત સોરા (વૌથા રાઇeના ૧૯૫૬મા પૃષ્ઠમાં “પતંગ” યાને “કનકવા” વિષે જે કેટલીક હકીકત નેંધાયેલી છે તેમાંથી નીચે મુજબની પંક્તિઓ અત્ર રજુ કરવી દુરસ્ત સમજાય છે - ___“संज्ञा पुं. [सं. पतंग-उड़ानेवाला ] हवा में ऊपर उड़ानेका एक खिलौना जो बाँस की तीलियों के ढाँचे पर एक ओर चौकोना कागज और कभी कभी बारीक कपडा मढ़कर बनाया जाता है। કુછી નવા તુરા તિલા” અંગ્રેજીમાં કનકવાને બkite' કહે છે. આનો અર્થ સમજાવતાં The Concise 0xford Dictionary (. ૨૬-૬૨૭)માં નીચે મુજબ ઉલ્લેખ કરાયેલ છે – “ Toy consisting of light wooden frame, in form of isosceles triangle with circular arc as base, with paper stretched over it, flown in strong wind by string." The Students' English Dictionary by John Ogilvie L. L. D. (પૃ. ૪૦૬ ) માં “kite'ના સંબંધમાં એ નિર્દેશ છે કે “a light frame of wood and paper constructed for flying in the air for amusement." પર્યાય–જેને આપણે સુરત શહેરમાં મોટે ભાગે "કનકવો’ કહીએ છીએ તેને મુંબઈ વગેરે શહેરામાં “પતંગ' કહેવામાં આવે છે, અને એને કાઠિયાવાડમાં-જામનગર વગેરે શહેરમાં બેડલ ' કહેવામાં આવે છે. આ પ્રમાણે જેને ગુજરાતી ભાષામાં કનકો, પતંગ કે બેડલ કહેવામાં આવે છે, તેને કચછી ભાષામાં “પડાઈ” અને મારવાડી ભાષામાં “ કિન્ના' કહેવામાં આવે છે એમ તપાસ કરતાં માલમ પડે છે. હિન્દીમાં અને મરાઠીમાં તે એને “પતંગ' કહે છે. બિહારના લેકે એને ત્યાંની ભાષામાં નિલંગી' કહે છે. આ પ્રમાણે ભારતવર્ષના વિવિધ ભાગોમાં કનકવાને જુદા જુદા નામથી ઓળખાવાય છે. કનકવાનાં નામે-જેમ ખાદ્યાદિ પદાર્થોનાં વિવિધ નામો છે તેમ કનકવાનાં પણ વિવિધ નામે છે. એ નામે પડવાનાં અનેક કારણો છે. જેમકે રંગ, તરેહ, આકૃતિ, કદ, સાધન, મૂલ્ય, જાત વગેરે. તેમાં જે કનકવાનાં નામ રંગ ઉપરથી યોજાયેલાં છે તે પર્યાયપૂર્વક નીચે મુજબ છે – કાળી, કેસરી, ચટણી, તપખીરી, નારંગી, પીળી, બગલું, ભૂરી, +રાતી, ક્લાલી, લીલી અને વાદળી. આ પૈકી કેસર જેવા પીળા રંગવાળા કનકવાને “કેસરી’ તે નારંગી જેવા રંગવાળા કનક્વાને નારંગી' કહેવામાં આવે છે. ઘેરા લીલા રંગવાળે કનકવો “ચટણ” કહેવાય છે અને તપખીર જેવા રંગવાળો કનકવો “તપખીરી” કહેવાય છે. ૧ સ્વ. કવિ વિજયાશંકર કેશવરામ ત્રિવેદીએ રચેલ વિજયવાણી (પૃ. ૩૩૦)માં આ શબ્દ વપરાયેલો છે. ૨ ીિરાવ્સ (પૃ. ૧૯૫૬)માં આ સંબંધમાં કહ્યું છે કે “દુત રહી પત્તા છે તુર વહતે હૈ” + આ રિાહ્મથી અંકિત નામો રા. છગનલાલ ઠાકરદાસ મોદીએ રચેલ “સચિત્ર દેશી રમત” (પૃ. ૨૫૭)માં નોંધાયેલાં છે. આવાં બીજાં નામે માટે જુઓ સાવું પાનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035000
Book TitlePatang Puran Yane Kanakvani Katha Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal Rasikdas Kapadia
PublisherHiralal Rasikdas Kapadia
Publication Year1938
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy