________________
પતંગ પુરાણ
કનકવાની કથની
અધ્યાય ૧
કનક્વાને પરિચય
ઉપકમ– સૌ કોઈને આનંદ કરવો ગમે છે અને એથી તે જેને જેમ ફાવે તેમ તે એ મેળવવા મથે છે. નાનાં બાળકે રમકડાં વડે રમવામાં આનંદ માને છે તે કુમારે ને કુમારિકાઓ રમતગમતમાં ભાગ લેવામાં આનંદ માને છે. યુવક અને યુવતિઓ તેમ જ વૃદ્ધો અને વૃદ્ધાઓ પણ પિતાને ગમતી કઈ નહિ ને કઈ પ્રવૃત્તિ કરી આનંદ લૂંટે છે. આ પ્રમાણેની જે વિવિધ પ્રવૃત્તિઓ બાળકથી માંડીને વૃદ્ધો પણ આદરે છે તેમાંની એક પ્રવૃત્તિ એવી છે કે જેમાં હરોઈ ભાગ લઈ બે ઘડી મોજ કરી શકે. એ પ્રવૃત્તિ તે બીજી કોઈ નહિ પણ કનકવા ચગાવવા એ છે. એ પ્રવૃત્તિને યથેષ્ટ ખ્યાલ આવે તે માટે આપણે એની સાથે સંકળાયેલી અનેક બાબતને વિચાર કરવો જોઈએ, અને તેમાં પણ સૌથી પ્રથમ કનક એટલે શું' તે આપણે જાણવું જોઈએ. આમ હેઈ આપણે એની વ્યાખ્યારૂપે એના ગણેશ માંડીશું.
કનકવાની વ્યાખ્યા–સામાન્ય રીતે જે લગભગ ખંડ કાગળને અને કેટલીક વાર એવા જે કપડાને વાંસની એક ઊભી ચીપ વડે તેમ જ કમાનના આકારની એક બીજી ચીપ વડે સજ્જ કરી એ કાગળને કે કપડાને યોગ્ય સ્થળમાં દેરી બાંધી આકાશમાં દેરી કે કવચિત તાર વડે ચગાવાય
૧ આ ભી ચીપને “ઢ” કહેવામાં આવે છે. જુએ ચિત્ર ૪૦. ૨ આ કમાનના આકારની ચીપને “કમાન” કે “કાપ' કહેવામાં આવે છે. જુઓ ચિત્ર ૪૦. 3 આ દેરી અનેક જાતની હોઈ શકે. જેમકે (અ) સાદી, (આ) શણની, (ઈ) કાચ પાયેલી
અને (ઈ) રેશમની. ૪ આને “કન્ના બાંધ્યાં’ એમ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com