________________
અત્યારે સ્થિતિ નથી. છતાં તેવા દેશોએ પણ ગરીબ અને નિર્ધન વર્ગોને ભૂખ્યા-ઉઘાડા ન રહેવા દેવાને પ્રબંધ તે કરેલેજ છે. મૂડીદાર અને નફાખાઉએ બહુધા સાંકડા મનના હેય છે. પિતાના મેજશેખને માટે લાખ ખર્ચનારાઓ આધ્યાત્મિક દૃષ્ટિથી પિતાના પડોશીને માટે પાઈ પણ ખર્ચવાની ના પાડતા હોય છે અને જેઓ દાન કરે તેઓનું દાન જરૂરીઆતને સ્થાને ન પહોંચતાં બીનજરૂરીઆતમાં વેડફાઈ જાય તો સમાજમાં સમતોલતા ક્યાંથી જળવાય ? હિંદમાં પુષ્કળ દાન થાય છે પણ અનિષ્ટ સ્થળે વપરાવાથી સામાજિક સમતલતા જળવાતી નથી. ઈગ્લાંડે આવા કંજુસ ધનવાને પાસેથી ફરજીયાત દાન કરાવવાનો માર્ગ લીધો છે ! ફરજીયાત દાન એટલે કર. ત્યાં ધનવાનોની કમાણી ઉપર કર લેવાય છે અને તેને એક ભાગ ગરીબોના નિભાવ માટે વપરાય છે. હિંદમાં આવક વેરાને ઉપગ એ રીતે નથી થતો તે રાજતંત્રની ખામી કિંવા રાજનીતિકારની દૃષ્ટિની સંકુચિતતા છે. પરંતુ તેથી આગળ વધીને ઈગ્લાંડે તો મૃત્યુવેરે પણ નાંખે છે. મૃત્યુ પામેલા ધનવાનની મીલકતમાંથી ૨૫ થી ૪૦ ટકા જેટલી મીલકત રાજ્યમાં લેવાને ત્યાં કાયદે છે. આ રીતે થતી આવક ગરીબોના નિર્વાહ તથા તેમની કેળવણી વગેરે પાછળ વપરાય છે. આથી ધનની વહેચણમાં પણ કાંઈક સમતલતા આવે છે, અને એક માણસ હદ ઉપરાંત ધનસંગ્રહ કરી શકતો નથી. એક સ્થળે વધુ ધન એકઠું થાય તે બીજાઓ ગરીબ થાય અને ગરીબાઈથી અસંતોષ તથા અશાંતિ જન્મે, તે કારણથી સમાજવાદ અને સામ્યવાદના અનુકૂળ સિદ્ધાંતને ઉપયોગ કરીને નવા નવા કાયદાઓ કરવા તરફ યુરોપના દેશ દોરાયા છે. આ રીતે દાનની જગ્યા ઉત્તરોત્તર કરવેરાએ લીધી છે. એવી રીતે કરવેરા આપવાથી દાન થતું નથી કારણ કે તેથી મનુષ્ય સ્વેચ્છાથી ત્યાગ કરવાની પિતાની વૃત્તિને કેળવી શકતા નથી; હા, એવા કરવેરાથી સામાજીક
સમતોલતા જળવાય, પણ સ્વેચ્છાપૂર્વક દાન કરવાના સિદ્ધાતમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com