SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારોથી તે બીજા ધંધાઓ ગ્રહણ કરી શકતો નથી. આમ હાથમાં રહેલી વસ્તુ ગુમાવી છે અને નવી લેવાતી નથી. એવી દિનપ્રતિદિન તેની સ્થિતિ બહુ જ કફેડી થઈ રહી છે. મોટા ભાગ હે પર તમા મારી મહીં લાલ રાખવા જેવું જીવન ગુજારી રહ્યો છે અને કેટલોક ભાગ તે આર્થિક કંગાલિયતને અંગે બહુ જ કનિષ્ઠ પ્રકારનું જીવન ગુજારે છે. થોડા વર્ષો પહેલાં જામનગર રાજ્યમાં એક જૈન કુટુંબે આજીવિકાના અભાવે કુવામાં પડી આપઘાત કર્યો હતો, બીજા પણ એવા અનેક જાતના બનાવો છેલ્લા વર્ષમાં બન્યા છે કે જે સાંભળીને પણ આપણું રૂંવાડા ઉભા થઇ જાય. પણ ચોથા આરાનાં સ્વમાં માણતાં આપણું ધર્મગુરૂઓને કે શ્રીમંતોને એને કયાં ખ્યાલ છે ? અને એ વાત નિશ્ચય છે કે જ્યાં સુધી જીવનની જરૂરિયાત પ્રાપ્ત કરવામાં જ સઘળી શક્તિઓ ખરચવી પડે છે ત્યાં સુધી ધાર્મિક જીવન પ્રત્યે લોકોને આદર ન કેળવી શકાય. આપણા શ્રાવકના આચારમાં શું જણાવ્યું છે ? પ્રભાતમાં ઉઠીને નવકાર મંત્ર ગણવા, પછી પ્રતિક્રમણ કરવું, પછી દેવવંદન તથા સેવાપૂજા કરવી, પછી વ્યાખ્યાન સાંભળવા જવું, ત્યારબાદ ભજન લઈ, મધ્યાહ્નનું ચૈત્યવંદન કરવું અને બે પ્રહર ધંધામાં વ્યતીત કરવા, ત્યારબાદ સાયંજન, દેવદર્શન પ્રતિક્રમણદિ કરવા. પરંતુ આજે આ આચારનું કેટલું પાલન થાય છે ? આજની બદલાયેલી આર્થિક સ્થિતિમાં ઉપર પ્રમાણે સામાન્ય નજનતા વર્તી શકે તેમ છે કે ? અને આમ છતાં અમે “અર્થ કામની વાત ન કરીએ” એમ કરીને આ મહત્વના પ્રશ્ન પર આપણા ધર્મગુરૂઓ આંખમીંચામણું કરી રહ્યા છે. પરંતુ તેઓને ખબર નથી કે જે આવી ઉપેક્ષા લાંબે વખત ચાલુ રહેશે તે લોકોની ધર્મ પ્રત્યેથી બીલકુલ શ્રદ્ધા ઉઠી જશે અને તેનું પાપ પણ ઉપેક્ષા કરનારાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy