________________
પ્રકાશનું નિવેદન જૈનત્વ વિચારક મંડળના મંત્રિઓના નિવેદન પછી અને પં. સુખલાલજીના પત્ર પછી કાંઈપણ વિશેષ લખવાની આવશ્યકતા રહેતી હાય એમ મને લાગતું નથી. આ વ્યાખ્યાનમાળા પ્રકટ કરવામાં મહા હેતુ એ છે કે, દર વખત કરતા આ વખતની વ્યાખ્યાનમાળામાં જનતામાં પ્રેમ ઉત્સાહ અને જાગૃતિનાં પૂર વધારે જણાતાં; આનું મુખ્ય કારણ એ કે, આ વખતે સ્થા. જૈન સંપ્રદાયના વિદ્વાન વકતા ૫. મુનિશ્રી નાનચંદજી મહારાજ અગ્રસ્થાને હતા. તેઓશ્રી દરેક વખતે પ્રત્યેક વકતાના વ્યાખ્યાન પછી વિષયનું વધુ સ્પષ્ટિકરણ કરતા. અને તેને લીધે પ્રેમાભાઈ હેલ જેવા વિશાળ સગવડભર્યા મકાનમાં જેને જેનેતરની સારી સંખ્યા હાજર રહેતી. વ્યાખ્યાને પણ ભિન્નભિન્ન માન્યતાવાળાઓને સમાન ઉપદેશી અને માર્ગદર્શક હતાં. જેથી જનતાનું આકર્ષણ વધારે રહેતું. ટુંકમાં આ વ્યાખ્યાનમાળાની પ્રસિદ્ધિથી જીજ્ઞાસુ વર્ગ તત્વને વિચારી આત્મહિતાથી બનશે, તે હું મહારે અલ્પ શ્રમ સફળ થયે માનીશ.
સમયના અભાવે વ્યાખ્યાને ક્રમ બરાબર જળવા નથી, તેમજ કાકાશ્રી કાલેલકર બહારગામ હોવાથી તેમનું વ્યાખ્યાન છેલું પ્રસિદ્ધ થવા પામ્યું છે, તે વ્યાખ્યાનદાતાઓ દરગુજર કરશે, અને મુદ્રણકળાના દેશે યા સમજ કેરે કંઇ ભૂલ કે દ્રષ્ટિ દેષ જણાય, તે વાચક વર્ગ પાસે ક્ષમા માગવાની હારી ફરજ બજાવી લઉં.
છેલ્લે છેલ્લે જેન– વિચારક મંડળના ઉદાર મંત્રિઓએ પ્રેમપૂર્વક આ વ્યાખ્યાનમાળા પ્રગટ કરવાની મને જે તક આપી, છે, તે માટે હું તેમને ખૂબજ આભારી થયો છું.
જ્ઞાનપંચમી ૧૧-૧૧-૩૪ { જીવણલાલ છગનલાલ સંઘવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com