________________
પૂજયશ્રીના જીવનની અંતિમ ઘડીઓ ગણુતી હતી. માગશર સુદ ૩ સંવત ૧૬૧૨ ની કાળરાત્રીની ગણનામાં નિર્માણ થઈ ચુકી હતી અને વિધાતાએ પણ એમનાં દેહાંતસ્થાન તરિકે જોધપુરને લખી રાખ્યું હતું. દેહના અનેક દર્દો છતાં ગુરૂરાજ તેને તાબે થતા નથી પણ અંતિમ આરાધના ધર્મધ્યાનમાંજ તલ્લીન રહીને કરી રહેલા હતા. એ પૂજ્યશ્રીએ એકવાર મેદની સમક્ષ ઉચ્ચાર્યું કે “મારા સ્થળ દેહનો વિરહ થયે થી ઉદાસ ન થતાં. ધર્મધ્યાનમાં મશગુલ રહી મને વિશેષ ધર્મના હિસ્સાને ભાગી કરશે.” અંતિમ વચને ફરમાવી સમાધિપૂર્વક પૂજ્યશ્રી કાળદેવની પથારીને વશ થયા અને દેવલેકના વાસી થયા.
ગુરૂદેવને વિરહ ગુણાનુરાગી જનેને પિતાના સગાસ્નેહીઓના વિરહ કરતાં પણ હંમેશા વધુ સાલે છે. કારણ સગાસ્નેહીઓને તે તે માયાવી સંસાર બંધન માને છે જ્યારે એ માયાવી ભૂતાવળમાંથી મુક્ત કરનાર ગુરૂરાજને તે પોતાના આમેદ્ધારક માનીને પૂજે છે, આમ સમસ્ત જોધપુર વાસીએમાં પૂજ્યશ્રીના કાળધર્મના સમાચારથી ગુરૂવિરહના કારણે ભારે દીલગીરીની લાગણી ફેલાય છે અને જોધપુરવાસીઓનાં ચક્ષુઓ અશ્રુભીનાં બને છે. - પૂજ્યશ્રીના દેહત્યથી હિંદભરના શ્રી સંઘમાં ગમગીનીની લાગણી પ્રગટી નીકળી હતી. પરંતુ નામ તેનો નાશ છે એ વસ્તુને સમજેલ શ્રીસંઘે કાંઈ શોક કરીને થોડા જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com