________________
કર
કરી તેઓશ્રીને શહેરના ઉપાશ્રયમાં બિરાજમાન કરવામાં આવ્યા. ભાવિક ગુરૂભક્તોએ આ વયેવૃદ્ધ ગુરૂરાજની ભક્તિ કરી જ્ઞાનદાન મેળવી તથા શુદ્ધ ક્રિયાનુષ્ઠાન આરાધી અનંત પુણ્ય ઉપાર્જન કર્યું. તેમજ સ ંવત ૧૬૧૨ ની સાલનું ચાતુર્માસ સવેની વિનંતીના પરિણામે ત્યાંજ કર્યું.
આ ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાંજ પૂજ્યશ્રીની પ્રકૃતિમાં ફેરફાર થતા જણાવા લાગ્યા અને દિનપ્રતિદિન તેમાં ઉમેરા થતા રહ્યો. ગુરૂરાજને તે। જાણ થઈ ગઈ હતી કે હવે આ પૃથ્વી પર પેાતાના દેહ લાંબે સમય રહેવાના નથી અને તેઓશ્રી એટલું સચેાટ રીતે જાણતા હતા કે પેાતાને અમુક માસના અમુક દિવસે આ મૃત્યુલોકને ત્યજી પરલેાકગમન કરવાનું છે.
ઉત્તમ ગતિમાંથી આવનાર અને તે તરફ જનાર એ બેઉની રીતભાત પ્રસ’શનીય છે. આવી સ્થિતિ પામવી એ ઉચ્ચ ગતિનુંજ ચિન્હ છે અને જો આવા મહાપુરૂષો સદ્ગતિના ભક્તા ન થાય તેા પછી કાણુ થઇ શકે? એજ પ્રશ્ન છે. આવા જ્ઞાની આત્માએ ક્રિયાના સુમેળ સાધી જગત પર જે પરમ ઉપકારની વર્ષા વરસાવે છે તેને જગત આખુ ઝીલે છે. જળચર, સ્થળચર, વનચર, સર્વે કાઈના હૈયા 'મેશા હર્ષ થીજ ઉભરાય છે.
પરંતુ કાળની ગતિજ ન્યારી છે. તે કોઇને છોડતા નથી. પરંતુ જે મનુષ્યા સમતાભાવે દેહના કષ્ટો વેદીને આયુષ્ય પુરૂં કરે છે તે સદ્ગતિનેજ પામે છે. આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com