________________
૧૪
પુત્રની જન્મકુંડલી તરફ નજર કરે છે તે તેમાં સફળતા મળશે કે કેમ એને પણ વિચાર કરે છે, કારણ બાળકના જન્માક્ષર બતાવતી જન્મકુંડળીમાં તે બાલ્યકાળેજ દીક્ષા કળાનિધિયોગ અને અંશાવતારના યોગો પડેલા હતા. આમ છતાં પુત્ર પ્રત્યેના વહાલ અને મમતાને કારણે વેલગશાહ અને વિમળાદેવી ઉત્તમ કુળવધુની તપાસતાં વિચાર કરે છે. પરંતુ ભવિતવ્યતાના ગે મહઉપકારી ગુરૂરાજ શ્રી સાધુરત્નસૂરિજીનું હમીરપુરમાં આગમન થાય છે. શ્રી સંઘ ધામધુમપૂર્વક સામૈયું કરી પૂ. સાધુ રત્નસૂરિજીને શહેરના ઉપાશ્રયમાં લાવે છે. ગુરૂજીના ઉપદેશામૃતનો હમીરપુરની જનતા લાભ લે છે. ત્યારે જે બાળકના જન્મ અને પૂર્વભવના સંસ્કાર ઉત્તમ હોય. જેનું ચિત્ત ધર્મમાં પરોવાયેલું હોય તે આવા સુગુરૂથી અલગ કેમ રહી શકે? કુમાર પાસચંદ પણ ગુરૂની પાસે આવવા લાગ્યા. ગુરૂના પરિચયથી તેમની સ્થિર રહેલી શક્તિઓ ખીલી ઉઠી અને તેઓ ગુરૂને પણ કેટલીકવાર પ્રશ્નો પૂછવા લાગ્યા. ગુરૂને લાગ્યું કે આવો વિચક્ષણ બુદ્ધિવાળો શિષ્ય મળી જાય તે કેવું સારું? તે જ પડઘો કુમાર પાસચંદના હૃદયમાં પડ્યા હતા કે જે આવા ગુરૂદેવની હંમેશ માટે સેવા મળી જાય તો ભવસાગર કેમ ન તરી જાઉં? જેમ સુગુરૂએ ઉત્તમ શિષ્યોને શોધતા હોય છે તેમ યોગ્ય શિષ્ય પણ ઉત્તમ ગુરૂના ચોગની રાહ જોતા હોય છે.
જ્યારે બન્નેને સુમેળ ભાગ્યયોગે થાય છે ત્યારે મનના મનેરો ફળે છે. અને જે માતાપિતા વર્ષોથી જૈનશાસનની સેવા કરી આત્મકલ્યાણ અર્થે ઉત્તમ કટીની આરાધના કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com