________________
પણ એવાજ ઉલ્લાસ આપનારા કાર્યો કરવા ચાલુ રાખ્યા હતા.
બીજના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામતા પાસચંદ કુમારને બાલ્યકાળ પણ એ સુરમ્ય હતું કે તેને જેનારને એમ લાગ્યા વિના ન રહે કે આ બાળક આગળ જતાં મહાન થશે. જેમ માટીમાંથી સુવણને કાઢીને ઓપ આપતાં ચળકાટ આવે છે, જેમ વાદવિવાદમાં પંડિતની પંડિતાઈની પીછાન થાય છે, જેમ શીશીમાં પુરેલ કસ્તુરી બુચ ખોલતાં જ તેની મનહર સુગંધીને અનુભવ થાય છે તેમ વડિલોના સંસ્કારોથી ઘડાયેલા બાળકે મેટી ઉમ્મરે દીપી નીકળે છે. અસાધારણ બુદ્ધિવાળા આત્માઓ પૂર્વના પુદય વિદ્યાબળ અને આત્મબળનો સંચાર થયેલ હોઈ નાની ઉમ્મરે મોટા અનુભવી જેવી વાત કરે છે.
પાંચ વર્ષની વય થતાં માતાપિતા પાસચંદ કુમારને સુગુરૂના હાથમાં સુપ્રત કરે છે. અને જેમ બાહેશ માળીના હાથમાં રહેલ બગીચે ફાલે કુલે છે તેમ કુમાર પાસચંદ નાની ઉંમરમાંજ પિતામાં રહેલ અગમ્ય ક્ષપસમને ફેરવે છે અને ગ્ય ગુરૂના સહયોગથી શિક્ષણમાં આગળ વધે છે. મહાપુરૂષે બાલ્યકાળથી જ વિદ્યામાં ચકર હોય છે. શ્રી વાદિદેવસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી ઉમાસ્વાતી મહારાજ વગેરે મહાજ્ઞાની પુરૂષોના જીવનચરિત્રો અને તેમાંય બાલ્યકાળ તપાસવાથી એ વાતની ખાત્રી થશે.
બાલક કુમાર પાસચંદના ભાવી સંસારની ચિંતા કરતાં માતપિતા તેને માટે ઉત્તમ કુળની-શીળવતી. ગુણ-૩૫ સંપન્ન કન્યાની શોધ કરવાનો નિશ્ચય કરે છે. પરંતુ બીજી બાજુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com