________________
૧૫ માટેની એક એક તક ઝડપી લેવા હંમેશા તૈયાર હોય છે તે આ અસાર સંસારને જોઈને સન્માર્ગે જતાં પુત્રને શા માટે રેકે ? કુમાર પાસચંદના માતાપિતાને તે તેમના જન્મની સાથેજ ખાત્રી હતી કે આ પુત્ર જગવંદ્ય થશે અને તેમ થવાને રાહ કોઈ દુન્યવી લક્ષ્મી કે માયા મમત્વને નહેાતે પણ એ રાહ હતો અનેક મુમુક્ષુ આત્માઓને મુક્તિ મેળવી આપનારો-ત્યાગને.
કુમાર પાસચંદની ઈચ્છા જોઈ માતાપિતા પણ વ્હાલથી પુત્રની માગણીને મંજુર રાખે છે અને જૈનશાસ્ત્રકારોના કથનમાં કહીએ તે સાચા હિતસ્વી માત-પિતા તરિકેની ફરજ બજાવે છે. પરંતુ વર્તમાન જગતમાં આપણે કેટલાયે કીસ્સાઓમાં આથી ઉલટેજ વર્તાવ જોઈએ છીએ. આજે દીક્ષા લેવા તત્પર થનાર ઘણા પુત્રોને માતપિતાને જાણ થતાં રોકવામાં આવે છે. દીક્ષા એ કેમ જાણે કેઈ અનિચ્છનીય કે ભયંકર વસ્તુ ન હોય એમ દુન્યાની દ્રષ્ટિએ દેખાડવામાં આવે છે, ઉંમર લાયક પુત્ર-પુત્રીએ શાસ્ત્રોક્તરીતે દીક્ષા ગ્રહણ કરે ત્યારે માતા-પિતાને એવા કુળને દીપાવનાર રત્ન માટે હંમેશાં હર્ષ જ થવો જોઈએ. આ સ્થળે અગ્ય દીક્ષાને બચાવ કરવાને જરાપણ હેતુ નથી. એ વાત બરાબર છે કે કેટલીયે વાર પાત્ર–સ્થિતિ–સંજોગોને વિચાર કર્યા વિના કે પરીક્ષા વિના દીક્ષા આપવાથી ખોટું ઘર્ષણ ઉભું થાય છે પરંતુ બીજી બાજુ દીક્ષાઓ અંગે પણ સગાસ્નેહીઓ ને કુટુંબીજનની ધમાલ જોવામાં આવે છે. ધર્મને તેના સાચા સ્વરૂપમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com