________________
લા
,
પ્રતિદિન વૃદ્ધિને પામે, જેમ મેઘની મહેર થતાં જમીનમાંથી તઓ વિકાસ પામે, જેમ ભરતી આવતાં દ િપ્રકુલ્લિત બની હેલે ચઢે તેમ પાસચંદ કુમાર દિન પ્રતિદિન વધવા લાગ્યા. મુખની અને દેહની કાંતિ પણ એવી જ હતી કે જાણે પુનમને ચંદ્ર. કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી તેમ આ પાસવંદ કુમારનું બાલ્યજીવન પણ એટલુંજ નિર્દોષ અને મહાપુરૂષના ભાવીનું સુચક હતું. મહાપુરૂષોના માતપિતાદિ પણ એવાજ કુળ સંસ્કારી અને વિશિષ્ટ પ્રકારે જીવનને સમય સ્વપરકલ્યાણ માર્ગમાં પસાર કરનારા હોય છે. દુન્યવી મહાપુરુષે ગણાય છે તેમના તરફ દ્રષ્ટિપાત કરતાં આપણને એજ વસ્તુને અનુભવ થયા વિના કદી રહેતા નથી.
આજે આપણે જોઈએ છીએ કે જૈન સમાજમાં વર્તમાન વાતાવરણની હવાએ કેવી અસર નીપજાવી છે કે ઉત્તમ કુળ, જૈનધર્મ અને ઉમદા વાતાવરણમાં જન્મવા છતાં પણ સંસ્કારોના અભાવે કેટલાક જૈનો ઉન્માદી-ઉત્સુત્રભાષી અને ધર્મ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ દાખવનારા લેવામાં આવે છે. આ બધાનું કારણ માતપિતાદિના સંસ્કારસિંચનના અભાવનું છે. કુમળા ઝાડને જેમ વાળીએ તેમ વળે છે તેવી જ રીતે બાળકને જેવા સંસ્કારે ગૃહેથી મળે છે તે મોટે ભાગે તેના જીવનમાં સ્થગીત રહે છે. કેઈ વૃક્ષને ખીલવવું હોય તે ઉત્તમ પ્રકારના બીજ નાંખવા જોઈએ. થર વાવીને બોરડીની બાશા કઈ રીતે કરી શકીએ? તેવી જ રીતે બાળકોમાં સંસ્કારો કેવા રેડવા તેની ચિંતા જેનસમાજે રાખવી જ રહી. તેમ નહિં થાય તે આ યુગમાં જેમ પુત્ર પિતાની, પુત્રી માતાની અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com