________________
૧૫૪
ચાર્યપદ :–સં. ૧૯૯૩ ના જેઠ સુદ ૪ ને શનિવાર, સ્થળ
અમદાવાદ-શામળાની પિળના ઉપાશ્રયમાં અઠ્ઠાઈ મહોત્સવ પૂર્વક આચાર્યપદ એનાયત કરવામાં આવ્યું.
સાહિત્યસેવા -શ્રી મન્નાગપુરીયતપાગચ્છની પટ્ટાવલી (પ્રથ
માવૃત્તિ), શ્રી દેવસરાઈ પ્રતિક્રમણ સૂત્ર (શાસ્ત્રી તથા ગુજરાતી), સ્તવન-સંગ્રહ, પૂજા-સંગ્રહ, પંચપ્રતિકમણ સૂત્ર (પાંચમી આવૃત્તિ), સઝાય-સંગ્રહ ભાગ ૧ લે, શ્રી શત્રુંજય તીર્થાદિ સ્તવન–સંગ્રહ (ગુજરાતી તથા શાસ્ત્રી), ગુરૂઅષ્ટપ્રકારી પૂજા (પં. શ્રી આલમચંદ્રજી કૃત), બાર ભાવનાના તેર ઢાળીયા (પં. શ્રીવત્સરાજજી કૃત), સંક્ષિપ્ત બાર વ્રતની ટીપ, મૌન એકાદશીનું દેઢસો કલ્યાણકનું ગણું, શ્રી જિનેન્દ્ર નમસ્કારાદિ સંગ્રહ,
રાસ-સંગ્રહ ભાગ ૧ લે, શ્રી જિનેન્દ્ર ગુણસ્તવનસંગ્રહ, સ્તવન-સઝાય-સંગ્રહ, ઈત્યાદિ પુસ્તકોના સંગ્રાહક તથા સંશોધક. સ્વાધ્યાય પ્રકરણરત્ન ભાગ ૧ લે, તથા સપ્તપદીશાસ્ત્રના સંપાદક તથા અનુવાદક. પ્રશ્નોત્તર-પ્રકાશ ભાગ ૧ લા, બીજાના લેખક અને ચૈત્યવંદનાદિ ચાવીશી (સ્તવનાદિ સંગ્રહ) ના રચયિતા. આમ પૂજ્યશ્રીએ પોતાના પર પકારી ગુરૂરાજના સ્મારક તરીકે આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાળા ચાલુ કરેલ તેને આજ સુધીમાં છેલ્લે ૫૪ મે મણકો જેવામાં આવે છે. (તે ક્રમવાર નહિ મળવાથી અહીં આપવામાં આવ્યા નથી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com