________________
ચરમતીર્થ પતિ ભગવાન શ્રી મહાવીરદેવથી ૪૪મી પાટે થનાર આ પ્રભાવિક આચાર્ય ભગવાન શ્રીમદ્ાદિદેવસૂરિના જીવનકાળને જાણવા માટે આપણે તેએાશ્રીના જીવનચરિત્રમાં ટુંકમાં ઉતરવુ પડશે. આચાય ભગવાનના જન્મ વીશાપેારવાડ જ્ઞાતિમાં વિક્રમ સવત ૧૧૪૩ માં ગુજરાતમાં આવેલા મહાડાત નામના ગામમાં થયા હતા. પિતાનુ' નામ વીરનાગ અને માતાનું નામ જીનદેવી હતા. આચાય ભગવાને માત્ર ૯ વર્ષના બાલ્યકાળે એટલે સવત ૧૧૫૨ માં શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે દ્વીક્ષા ગ્રહણ કરી હતી. માતપિતાના ધાર્મિક સંસ્કાર અને પુણ્યાનુબંધી પુણ્યનુ જ એ ફળ હતું. જૈનશાસનમાં અનેક મહાપુરૂષોએ બાલ્યકાળે શ્રીભાગવતીપ્રવ્રજ્યા ગ્રહણ કરીને શાસનને દિપાવ્યું છે અને સ્વપર જીવનને ઉજમાલ કયુ છે તેમ આ મહાપુરૂષની આ જીવનકડિકામાંથી આપણને જાણવા મળે છે. દીક્ષાથી થયા પછી તેઆશ્રીનું નામ શ્રી રામચંદ્ર રાખવામાં આવ્યું હતું દીક્ષા ગ્રહણ કર્યા બાદ શ્રી રામચંદ્રજી પોતાના સમય શાસ્ત્રોના અભ્યાસમાં ગાવા લાગ્યા અને તેમાંથી ઉત્તરાત્તર આગળ વધી વિદ્વાનોની કક્ષાએ પહોંચ્યા ત્યારે ગુરૂએ પ્રસન્ન થઇને સ. ૧૧૭૪ માં એટલે કે દીક્ષા બાદ ૨૨ વર્ષે સૂરિપદથી વિભૂષિત કરી તેઓશ્રીનું નામ દેવસૂરિ રાખ્યું, આ નામના પલ્ટામાં પણ ગુઢાર્થ સમાયેલે છે અને તે એકે શ્રી દેવસૂરિજી ખરેખર વિદ્યામાં દેવ સમાન હતા. સ. ૧૧૮૧ ની સાલમાં પાટણની રાજસભામાં દિગંબરાચાય શ્રી કુમુદચંદની સાથે વાદમાં નવાથી તેમનું નામ શ્રીવાદિદેવસૂરી જાહેર થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com