________________
૧૩૦
આસો વદ ૩ ને બુધવારે સવારે ગુરૂદેવને જરીયાનની પાલખીમાં બિરાજમાન કરતાં શ્રાવક-શ્રાવિકાનો મોટો સમુદાય અગ્નિ સંસ્કાર માટે દુધેશ્વરની ભૂમિ તરફ જયજય નંદા જયજય ભદાના બુલંદ અવાજે ગજવતા લઈ ગયા. અમદાવાદના શ્રીસંઘે આ કારણે અઠ્ઠાઈ મહત્સવ કર્યો અને ભારે ધામધૂમથી ગુરૂદેવની સ્મૃતિ હૃદયમાં કાયમ કરી.
પૂજ્યશ્રી પિતાની પાછળ બે શિષ્ય મુકતા ગયા છે જેમાં એકનું નામ શ્રી કપાચંદ્રજી છે તથા બીજા શ્રી બાલચંદ્રજી છે કે જેઓએ ગચ્છમાં વિદ્વત્તા અને વકતૃત્વશક્તિ માટે માનનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
બાલબ્રહ્મચારી શ્રી પુનમચંદ્રજી ગણિવરના
જીવનને ટુંક સારાંશ. જન્મસ્થાન –દુદાપુર (ધ્રાંગધ્રા સ્ટેટ) જન્મ સં. ૧૯૨૪ના પિષ વદ ૫ પિતાનું નામ શા. મૂળજીભાઈ કરસન નાથા માતાનું નામ –સુંદરબાઈ જ્ઞાતિઃ-દશા શ્રીમાળી વણિક દીક્ષા –સં. ૧૫૪ માગ. સુ. ૧૦ ગુરૂવાર મોટીખાખર (કચ્છ) ગુરૂનું નામ -આચાર્યશ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com