________________
૧૨૯
આવા ગુરુ અને શિષ્યને સંગ આ કાળે મળ અતિ દુર્લભ છે.
૫૦ ૫૦ ભારતભૂષણ શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના સ્વર્ગવાસ બાદ સંઘાડાના નાયક સુનિરાજ શ્રીપુનમચંદ્રજી ગણુ મહારાજ થયા અને સર્વે સાધુ-સાધ્વીઓ તેઓશ્રીની આજ્ઞામાં હતા. ગુરૂદેવ એક ગ્રામ્ય જીવનમાં ઉછરેલા સામાન્ય વ્યક્તિ છતાં ગુણાનુરાગ અને શ્રી જિનેશ્વર દે પ્રરૂપિત ધર્મના આલબનને વળગી રહેતાં કેવા ઉચ્ચ અને પૂજ્ય સ્થાને પહોંચ્યા તે ઉપરથી આપણે જીવનમાં ધડે લેવો જોઈએ.
ચાતુર્માસોની યાદી જોતાં માલુમ પડી આવે છે કે પૂજ્ય ગુરૂદેવે ૧૦ ચોમાસા-અમદાવાદ, ૫ ચોમાસા-ખંભાત અને ૭ ચોમાસા કચ્છમાં કર્યા છે. કુલ ૨૭ ચાતુર્માસ થયાં છે. તે જુઓ પેજ ૧૩૩ માં છે. - તેઓશ્રી ૨૯ વર્ષ, ૧૦ માસ ને ૨૦ દિવસ ગૃહસ્થાવસ્થા, ર૭ વર્ષ, ૧૦ માસ ને ૭ દિવસ દીક્ષા પર્યાય. કુલ આયુષ્ય ૫૬ વર્ષ, ૮ માસ ને ૨૭ દિવસ પુરૂં કરી સં. ૧૯૮૦ ના આસો વદ ૨ ને મંગળવારે દિવસના પિતાના ગુરૂદેવની જે કાળભૂમિ તે અમદાવાદમાં શ્રી શામળાની પિળના ઉપાશ્રયમાં સમાધિપૂર્વક આ દેહથી આત્મા છેડી પરલોક સિધાવ્યો. અમદાવાદના શ્રીસંઘે ગુરૂદેવની ભક્તિ-સુશ્રુષા એટલી સુંદર રીતિયે કરી કે ઠેરઠેરથી તેમના પર પ્રશંસાના પુપે વેરાવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com