________________
શહેરમાં કોઈ દિગમ્બર ન આવે એવું ફરમાન કાઢયું, આચાર્ય ભગવાન શ્રીમદ્દ વાદિદેવસૂરિના આ વિજયના ડેકા દિગંતમાં ચોમેર ગાજી ઉઠયા અને ઠેરઠેરથી તેઓશ્રીની વિદ્વતા પર પ્રસંશાના પુપે વેરાવા લાગ્યા. આચાર્ય ભગવાને પોતાના જીવનકાળ દરમ્યાન સં. ૧૨૦૪માં શ્રી ફલવધિ (ફલોધી) પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી જે હાલ વિદ્યમાન છે અને આરાસણમાં શ્રી નેમિનાથ પ્રભુના બિંબને સ્વહસ્તે પધરાવી. પ્રભુપૂજનની જીવનમાં શા માટે જરૂરીયાત છે. અને એ એક આવશ્યક વસ્તુ છે. એ વાત સિદ્ધ કરી બતાવી અનેકને એ માર્ગ ગ્રહણ કરવા પ્રેરણા કરી.
વિદ્વાનોમાં ભૂષણ સમાન આ સમર્થ આચાર્યભગવાને ચેરાસી હજાર પ્રમાણ ન્યાયને “સ્યાદ્વાદરત્નાકર નામનો ગ્રંથ કર્યો અને “પ્રભાતસ્મરણલક” “શ્રાવક ધમકલક તેમજ પિતાના ગુરૂદેવ પ્રત્યેની ભાવના વ્યક્ત કરવા તેમજ સ્વજીવનને આટલી ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટેના મહદ્ ઉપકાર-રૂણ યત્કિંચિત્ અદા કરવા “અનિચંદ્રગુરૂ
સ્તુતિ” વિગેરે અનેક પ્રમાણભૂત, મનનીય અને વિદ્વતાથી ભરપુર ગ્રંથો રચ્યા છે.
શ્રી વાદિદેવસૂરિજી સિદ્ધરાજની સભામાં
પૂજ્યશ્રીની યાદ શક્તિ માટે નીચેની હકીકત સંપૂર્ણ સમર્થ કરનારી છે. પૂજ્યશ્રી સિદ્ધરાજની સભામાં વાદી: કુમુદચંદ્રની સાથે વાદ કરવા માટે વિ. સં. ૧૧૮૧ ના વૈશાખ સુદ ૧૫ ના રોજ પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com