________________
શાસનપ્રભાવક શ્રીવાદિદેવસૂરિ પરંતુ જેને આપણે શ્રીમન્નાગપુરીયતપાગચ્છના નામથી ઓળખીએ છીએ તેનામ આપણા મહાન પૂર્વવત્ તિર્ધર આચાર્ય ભગવાન શ્રી વાદિદેવસૂરિના સમયમાં એટલે વિકમ સં. ૧૧૭૭ માં સ્થપાયું. આચાર્ય વાદિદેવસૂરીના તિભૂષણ અને વિદ્વાન શિષ્યરત્ન શ્રી પદ્મપ્રભસૂરિજી મહારાજ વિ. સં. ૧૧૭૭ માં અન્ય સ્થળેએ વિચરતા–અનેક જીવને બધિબીજ પમાડતા એક સમયે નાગર નગરે પધાર્યા. નાગોરના રાણાને સચોટ અને સતત ધર્મોપદેશથી જૈનધર્મમાં શ્રદ્ધામય કરી જૈનધામ બનાવ્યો. રાજાએ આચાર્યશ્રીની વિદ્વતા અને પ્રભાવ જોઇને “નાગપુરીય તપા શ્રી પદ્મપ્રભસૂરિ' એ પ્રમાણે નામ સ્થાપન કર્યું ત્યારથી જગતમાં નાગપુરીય તપા એ નામથી સુપ્રસિદ્ધ થયા.
આપણા વર્તમાન ગ૭ના મૂળસ્થાપક પ્રભાવિકપુરૂષ આચાર્ય ભગવાન શ્રીમદ્ વાદિદેવસૂરિ શાસ્ત્રોક્ત જ્ઞાનથી એટલા વિભૂષિત થયેલા હતા કે એમની સામે ચર્ચા કરવામાં ભલભલાને તેઓશ્રી પરાજય પમાડતા. આવી રીતે અણહીલપુર પાટણના રાજા સિદ્ધરાજે રચેલી વિવાદ સભામાં સં. ૧૧૮૧ની સાલમાં અભિમાની દિગમ્બર આચાર્ય કુદચંદ્ર સાથે વાદવિવાદ કરી શ્રીમન્નાગપુરીય તપા ગછને વિજય વાવટે કરકા. આચાર્યશ્રીની વિદ્વતા અને વિવાદમાં ગ્રહણ કરેલી તર્કશક્તિ તેમજ દલીલબાજીથી પ્રસન્ન થઈને રાજાએ આ મહાપુરૂષને “સકાવાદિ સુગટ” એટલે વિવાદમાં શિરેમણિ તરિકેનું બિરૂદ આપ્યું. અને પાટણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com