________________
ગઈ નમ:. युगप्रधान-श्रीपार्श्वचंद्रसूरीश्वरगुरुभ्यो नमः । શ્રી પાર્શ્વચંદ્રગથ્વીય-આદર્શ રૂપરેખા.
વર્તમાન શાસનના નાયક ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીરસ્વામી પછી તેઓશ્રીના શાસનને અવિછીન્નપણે ગતિમાન રાખનાર ગણધર ભગવાને અને ત્યારબાદ આચાર્ય ભગવંતે વિગેરે નિર્માણ થયેલા છે. પ્રભુના નિર્વાણ બાદ આચાર્યભગવંતના સમયમાં જેનીના એકત્રિત સમુદાયોને જુદા જુદા નામાભિધાન કર્યાનું શાસ્ત્રોક્ત તપાસ પરથી જણાય છે. જે મુજબ સૌથી પ્રથમ નિગ્રંથગછ આવે છે અને ત્યારબાદ શ્રી સુધર્મસ્વામી, બારમા પટ્ટધર શ્રી સુસ્થિતસૂરિ, સત્તરમા પટ્ટધર શ્રી ચંદ્રસૂરિ અને અઢારમા પટ્ટધર શ્રી સામતભદ્રસૂરિથી અનુકમે કૌટિક, ચંદ્ર, વનવાસી અને વડગચ્છ નામેથી ગચ્છ ઓળખાતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com