________________
ઉંમરે અને દીક્ષાથી ૩૩ મા વર્ષે આચાર્યપદ આપવામાં આવ્યું.
ચમત્કારી કૃતિઓ:-(૧) કરછ–મુદ્રામાં લગભગ પચીસ
વર્ષથી માજી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીને પબાસણ પરથી કઈ હેમના કારણસર ખસેડી ત્યાં શ્રી મહાવીર સ્વામીને મૂળનાયક સ્થાપ્યા હતા. આથી માજી મૂળનાયકજીના શાસનદેવ તરફથી એ ચમત્કાર જાહેર થયે કે “જે મુનિસુવ્રતસ્વામીને પડખે બેસાડેલા તે દર રાતે ચલાયમાન થઈ નવા મૂળનાયકના અગાડી આવી બિરાજતા હતા ને તે માટે અનેક પ્રયત્ન કર્યો છતાં તે જગ્યાએ સ્થિર રહેતા જ ન હતા એ વાત ગુરૂરાજે સાંભળી ને એક દિવસ મુકરર કર્યો, તે દિવસે ગુરૂરાજ, એક શ્રાવક અને એક સલાટ ત્રણે જણ દેરાસરમાં જઈ વિધિપૂર્વક શ્રી મુનિસુવ્રતસ્વામીની ગુરૂરાજે પ્રતિષ્ઠા કરાવી તે આજ સુધી તેજ આસન પર સ્થિર છે. (૨) વિરમગામમાં શ્રી અજિતનાથજી ભગવાનની પ્રતિષ્ઠા કરાવવા સારૂ ગુરૂરાજ અમદાવાદથી પધાર્યા. તે અરસામાં પાણીની તાણ ઘણું હોવાથી ત્યાંના શ્રીસંઘે કહ્યું કે પૂ. ગુરૂદેવ ! જે આ મુહૂર્ત આવું લેવાય તે સારું કારણ હાલમાં પાણીની ઘણી તંગીને લીધે જે સાધમી ભાઈઓ આવશે તેમની ભક્તિ અમારાથી પૂરેપૂરી થઈ શકશે નહિ',તેના જવાબમાં ગુરૂરાજે ફરમાવ્યું કે “સર્વે સારાવાના થશે? તે પછી શ્રીસંઘે કામ શરૂ કર્યું. આમંત્રણ પત્રિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com