________________
૧૦૨
કચ્છ-કોડાય, સં. ૧૯૪૩ નું મામું ભુજ નગરમાં થાય છે આ સમયે આ વિભાગમાં ધર્મકિયા અને કરણ બાબત ભારે મુંઝવણ ફેલાય છે. જેને દૂર કરી પૂજ્ય ગુરૂદેવ શુદ્ધ ક્રિયાનુષ્ઠાન પ્રવરતાવે છે.
ચાતુર્માસના અંતે પૂજ્ય ગુરૂદેવ મરૂધર (મારવાડ) માં વિચરતા પાલી પધારે છે ત્યાંના શ્રીકરણાવત ભગવાનજી ગુરૂ આજ્ઞા લઈને શ્રી કેશરીયાજી તીર્થને છહરી પાળ સંઘ કાઢે છે. પૂજ્ય ગુરૂદેવ માર્ગમાં ઉપદેશ દ્વારા ધર્મનું સાચું સ્વરૂપ પમાડતાં શ્રી સંધ સાથે કેશરીયાજીની યાત્રા કરી બાકીના આઠ માસ મારવાડ મેવાડ ભૂમિમાં પગલાં પાવન કરે છે અને ચાતુર્માસ પાલી ગામમાં ધામધૂમથી થાય છે. ત્યાંથી વિચરતાં સં. ૧૯૪૫ નું ચાતુર્માસ પૂજ્યશ્રી સામૈયાપૂર્વક બીકાનેરના ઉપાશ્રયમાં કરે છે ત્યાં સદુઉપદેશના પરિણામે તપ, જપ, નિયમાદિ ધાર્મિક અનુષ્ઠાનની પ્રભાવના સારા પ્રમાણમાં થાય છે. એ સમયે પૂજ્ય ગુરૂદેવના ઉપદેશથી પ્રેરાઈ મગીબાઇ નામના શ્રાવિકા બહેન જેસલમેરનો સંઘ કાઢે છે. સંઘના રસ્તાના વસવાટ દરમ્યાન અન્ય ધમીઓને અનમેદનીય એવી ધર્મ ક્રિયાઓ ચાલુ થયા કરે છે અને જેસલમેર પધારતાં ત્યાંના શ્રીસંઘમાં પડેલા મતભેદો પૂજ્યશ્રીના ઉપદેશના પરિણામે સમાઈ જાય છે અને સંઘમાં એયતાને જયજયકાર થાય છે. ત્યારે જ્ઞાનભંડાર જુએ છે, આથી ત્યાંના મહારાજા પૂજ્યશ્રી પ્રત્યે બહુ સદ્ભાવ વૃત્તિવાળા બનવા સાથે તેઓશ્રીને વંદન કરી ધમઉપદેશને શિરસાવંઘ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com