________________
૧૦૩
કરે છે. આ પછી સં. ૧૯૪૬ નું અણહીલપુર પાટણ અને સં. ૧૯૪૭ નું ચાતુર્માસ જામનગરમાં ભારે દબદબા ક્રિયાવિધિ અને ધર્મની પ્રભાવનારૂપ થાય છે અને ત્યાંના કે ઠારી શ્રીસિદ્ધાચલજીને સંઘ કાઢી અનેક ભવી આત્માઓને ઉન્નતિના માર્ગે પૂગુરૂદેવની વાણીના પ્રતાપે લઈ જાય છે.
શ્રી સિદ્ધાચલગિરિને ભેટીને પૂજ્યશ્રી હળવદ પધાર્યા ત્યાં માસ કલ્પ કરતાં ભારે ઓચ્છવ શરૂ થયો. એ દરમ્યાન અનેકવિધ ધર્મકાર્યો થયાં. ત્યાંથી પ્રાંગધ્રા ભારે દબદબાભર્યા સત્કાર વડે શ્રીપાશ્વચંદ્રસૂરિગચ્છના ઉપાશ્રયે પધાર્યા અને ભવ્ય મહોત્સવ વચ્ચે પરમપકારી ગચ્છનાયક સુરિસમ્રાટ શ્રી પાશ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ચરણપાદુકા ત્યાંના ઉપાશ્રયમાં પ્રતિષ્ઠિત કરાવી. ત્યાંથી ધામધૂમપૂર્વક બજાણામાં પધાર્યા ત્યાં ગુરૂદેવની અગાધ જ્ઞાનશક્તિ અને તપોબળના ગુણગાનથી પ્રેરાઈ દરબારશ્રીનશીબખાનજી ગુરૂદેવને વંદન કરવા પધાર્યા. ગુરૂદેવે તેમને રાજ્યધર્મ સમજાવી જીવ હિંસા નહિં કરવા પ્રતિબોધ્યા અને તેની સુંદર અસર થઈ. ત્યાંથી પાટડી મુકામે પધારતાં પાટડી દરબાર શ્રી સૂરજમલજી તથા અજીમગંજ નિવાસી બાબુ ગણપતસિંહજી, અને બાબુ બુદ્ધિસિંહજી આદિ ગુરૂદેવને વંદનાર્થે પધાર્યા અને ગુરૂદેવની ભક્તિ સુશ્રુષા કરી. ત્યાંથી વિહાર કરી વિરમગામ પધાર્યા તે વખતે વીરમગામમાં પડેલા તડેને સાંધ્યા. અને સં. ૧૯૪૮ નું ચાતુર્માસ માંડળમાં થતાં શ્રીભગવતીજીનું વાંચન શ્રીસંઘની વિનંતિથી શરૂ કરવામાં આવ્યું, જે દરમ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com