________________
(૨) સુદમાં કે વદમાં ચૌદશને ક્ષય હોય તેરસે ચૌદશ કરવી એટલે તેરશને ક્ષય કરો. કારણ કે તેરશમાં ચૌદશને અંશ આવે છે.
(૩) સુદમાં કે વદમાં બે ચૌદશ હોય તે પહેલી ચૌદશ ને તેરશમાં ગણવી એટલે બે તેરશે કરવી અને બીજીને ચૌદશ માની આરાધવી.
(૪) પુનમને કે અમાસને ક્ષય હોય તે તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ કે અમાસ કરવી એટલે તેરશને ક્ષય કરે.
(૫) બે પુનમે કે બે અમાસે હોય તે બીજી પુનમ કે અમાસને એકમમાં ગણવી એટલે બે એકમો કરવી પણ બે તેરશે નહિ કારણ કે જેમાં જેને અંશ આવે તેમાં તે તિથિ મનાય છે. બે એકમે કરવાથી ઉદયવાળી ચૌદશ આરાધી શકાય છે અને બે તેરશ કરવાથી ચૌદશ તિથિ વિરાધાય છે માટે બીજી પુનમ કે બીજી અમાસને એકમમાં ગણવી એટલે બે એકમે કરવી.
બાકીની તિથિઓ જેમ કરીએ છીએ તેમ કરવાની છે એટલે
બે બીજ હોય તે બે એકમ કરવી. બે પાંચમ હોય તે બે ચોથ કરવી પણ સંવછરીની હોય તે બે છઠ્ઠ કરવી.
બે આઠમ હોય તે બે સાતમ કરવી. બે અગ્યારસ હેય તે બે દશમ કરવી. બે ચૌદશ હોય તે બે તેરશ કરવી.
બે પુનમ હોય તે બીજી પુનમને એકમ કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com