________________
ઈશ્વર
આ પ્રસંગે સાથી પહેલાં જનની ઈશ્વર સંબંધી માન્યતાનો ઉલલેખ કરીશ.
ઇશ્વરનું લક્ષણ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે પિતાના રોગશાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે:" सर्वज्ञो जितरागादिदोषत्रैलोक्यपूजितः।
यथास्थितार्थवादी च देवोऽहन परमेश्वरः॥
અથૉત-સર્વજ્ઞ, રાગ-દ્વેષાદિ દોષોને જીતનાર, રૈલોક્યના પૂજિત અને યથાસ્થિત-સત્ય અર્થને કહેનાર તે જ દેવ અહંન કે પરમેશ્વર છે.
આવી જ રીતે હેમચંદ્રાચાર્યે “મહાદેવસ્તાત્ર ” માં પણ
કહ્યું છે.
यस्य संक्लेशजननो रागा नास्त्येव सर्वथा । न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ।। न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥ ચો વતનઃ સર્વજ્ઞો ચ: શાશ્વતપુરશ્ચર क्लिष्टकमकलातीतः सर्वथा निष्कलस्तथा ॥ यः पूज्यः सर्वदेवानां यो ध्येयः सर्वदेहिनाम् । यः स्रष्टा सर्वनीतीनां महादेवः स उच्यते ॥
ઉપર્યુકત લક્ષણોથી સ્પષ્ટ માલુમ પડે છે કે જેઓ રાગ, દેષ, મોહથી રહિત છે, ત્રિલોકીમાં જેમની મહિમા પ્રસિદ્ધ છે,
જે વીતરામ છે, સર્વજ્ઞ છે, શાશ્વત સુખના માલીક છે, તમામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com