________________
પ્રકારના કર્મોથી રહિત છે, સર્વથા ક્લારહિત છે, સર્વ દેવના પૂજ્ય છે, સર્વ શરીરધારિયોના ધ્યેય છે, અને જેઓ સમસ્ત નીતિને માર્ગ બતાવનાર છે, તે જ મહાદેવ-ઈશ્વર છે.
ધ્યાનમાં રાખવું જોઈએ કે ઈશ્વરને નીતિના ભ્રષ્ટા તે અપેક્ષામાં કહેવામાં આવેલ છે કે જ્યારે તેઓ શરીરધારી અવસ્થામાં જગતના કલ્યાણને માર્ગ બતાવી રહ્યા હતા. શરીર છૂટયા પછીમુક્તિમાં ગયા પછી તેમનામાં કોઈ પણ જાતનું કર્તવ્ય રહેતું નથી, એ વાત હમણાં જ કહેવાશે.
સંક્ષેપથી કહેવામાં આવે તો રિક્ષીત્રા દૃશ્ચરઃ અર્થાત્ જેના સમસ્ત કર્મો ક્ષય થયાં છે, તેનું નામ ઇશ્વર છે.
જે આત્માઓ આત્મસ્વરૂપને વિકાસ કરતા કરતા પરમાત્મસ્થિતિએ પહેચે છે, તે બધાએ ઇધર કહેવાય છે. ઇવર કેઇ એકજ વ્યક્તિ છે, એવું જૈનસદ્ધાન્તનું મન્તવ્ય નથી. કોઈ પણ આત્મા કર્મોને ક્ષય કરા પરમાત્મા બની શકે છે. હા, પરમાત્મસ્થિતિએ પહોંચેલા એ બધાએ સિધ્ધો, પરસ્પર એકાકાર અને અત્યન્ત સંયુકત હોવાથી, સમુચ્ચયરૂપે તેઓને “એક ઈશ્વર' તરીકે કથંચિત વ્યવહાર કરીએ, તે તેમાં કંઈ ખોટું નથી. પરંતુ જગતનો કોઈ પણ આત્મા ઇશ્વર ન થઈ શકે–પરમાત્મસ્વરૂપને ન પ્રાપ્ત કરી શકે, એમ જૈનસિદ્ધાન્ત પ્રતિપાદન નથી કરતા.
આ પ્રસંગે “આભા' “પરમાત્મા’ શી રીતે થઈ શકે છે? ૮ પરમાત્મરિથતિએ પહેચેલો આત્મા ક્યાં રહે છે ? ઇત્યાદિ વિવેચન કરવા જેવું છે. પરંતુ તેમ કરવા જતાં નિબંધનું કલેવર વધી જવાના ભયથી એ બાબતને પડતી મૂકી ઇશ્વરના સંબંધમાં જનની
ખાસ ખાસ બે માન્યતાઓ તરફ આપ સૌનું ધ્યાન ખેંચીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com