________________
નિયમ એટલા બધા અવ્યવહારૂ છે કે આજના સાધુઓ ગમે તેવો દાવો કરે એમ છતાં પણ તે નિયમો પાળી શકતાજ નથી. કેટલાક નિયમ એવા છે કે જેનું પાલન સાધુ જીવનનું સ્વાતંત્રય હરી લે છે, અને તેની ઉપયોગીતા કમ કરી નાખે છે. ”
વાંચક આનો ગુહ્ય ભાવ સમજી શકશે કે સાધુ સમાજ વીસ વસા દયા જે ન પાળે, આરંભ સમારંભમાં જે પડી જાય, પરિગ્રહ રાખે વિગેરે વિગેરે કરે તો તેના ધાર્યા મુજબ તરત જ સાધુ સમા
જો નાશ થાય. અને એમની મનોવૃત્તિ એ રીતે ફલીભૂત થાય. પણ જેઓએ પિતાના ખરા આત્મકલ્યાણની ખાતર સાચો માર્ગ ગ્રહણ કરેલ છે, તેઓ હરકઈ રીતે પોતાના ચારિત્રના ઉત્તમોત્તમ નિયમો પાળવા માટે સર્વ રીતે તૈયાર જ હોય છે. આમ છતાં પણ સાધુઓ જે ઉચ્ચ પ્રકારની દયા પાળી શકે છે તે પ્રત્યે તેમજ તેમના બીજા ઉચ્ચતમ અને અજોડ વ્રત નિયમને માટે સાધુ જીવનની સ્વાતંત્ર્યને હરી લેનાર, અને તેની ઉપયોગીતા કમી કરનાર તરીકે ચીતરવાની નાદાનીયત ઉપરના લખાણમાં પરમાનંદે કરીને પોતાની બુદ્ધિમતાનું, તેમજ વિકતા અને વિચારકતાનું લીલામ કર્યું હોવાનું જણાઈ આવે છે. કોઈ પણ જાતના આધાર શિવાયના તદન તુચ્છતા અને હલકટતાથી ભરેલા પરમાનંદના શબ્દ પ્રલાપથી સહુ કઈ માહીતગાર થઈ જાઓ, અને સત્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે પ્રયનશીલ બને.
“આપણા કેટલાક તીર્થોના ઝઘડાઓએ દીગંબર અને શ્વેતાંબર વિભાગ વચ્ચે ભારે વૈમનસ્ય ઉભુ કર્યું છે. + + + જ્યાં સુધી બને પક્ષના આગેવાનોને કેવી મામુલી બાબતો ઉપર પોતે લડી રહ્યા છે તેનું ગાંડપણ નહી સમજાય અને ઉદારતા પૂર્વક બાંધછોડ કરીને કછઆઓને પતાવવાની બંને પક્ષમાં જ્યાં સુધી તીવ્ર આતુરતા નહી જાગે ત્યાં સુધી આ કજીઆઓનો નીકાલ મને દેખાતો નથી. આપણા માટે તે આવા પ્રશ્નો પરત્વે ઉદાસીનતા ધારણ કરવી એજ યોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com