________________
માર્ગ છે. ઈટ કે પત્થરના, દૂધ કે ધજાના, ચક્ષુટલાં કે આંગીના કઈ ૫ણ એક મંદીરની માલકીના કે વહીવટના પ્રશ્ન ઉપર અનર્ગળ દ્રવ્ય ખરચવાનું અને પરિણામે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝેરવેર વધારવાનું આપણાથી કદી બને જ નહિ. આપણે તે એક વખત બધું જતું કરીને પણ એકતા સાધવા પ્રયત્નશીલ રહીએ.”
ધર્મરક્ત નરવીરને આથી સમજી શકાયું હશે જે આ૫ણું તારક તીર્થો દિગંબરે ગમે તે રીતે ઝૂંટવી લેવા ઈચ્છે તો ઝૂંટવી દેવા અને ઈટના એટલે મંદિરના અને પત્થરના એટલે સ્થાપના જિન તરીકે મૂર્તિના ઈત્યાદિક, આત્મસાધક કાર્યોમાં પૈસા ન ખરચવા તે યુવકને ભલામણ કરે છે. તીર્થ રક્ષણ માટે તીર્થપ્રેમી બંધુએ કાંઈપણ પ્રયત્ન કરે તેને તે ગાંડપણ શબ્દથી નવાજે છે. અને પિતાની માતા બહેન કે વધૂ પ્રતિ કાઈ માણસ યુકિચિત આક્રમણ કરે તે અવસરે તે તેની કલ્પેલી એકતાને લોપ કરી તેને અનેકવિધ હેરાન કરવા તત્પર થઈ જાય છે. અને અહીં અનિચ્છનિય કલ્પિત એક્તાના નામે તીર્થ જતા કરવાની એની આવી ગેરવલણની ભલામણથી વાંચક વિચાર કરે કે–પરમાનંદમાં કયાંય યત્કિંચિત પણ ધર્મરક્ત જણાય છે કે ?
આજે પરમાનંદ પ્રાચીન દરેક વસ્તુના નાશને ઈચ્છે છે, પરંતુ તે પુદગલના પરમપાસક હેવાથી વિલાસને વધારનારી આજની સાંસારિક નૃત્યકલાઓ માટે આવતી આઝાદીના હર્ષમાં કહે છે કે
ભૂલાઈ ગયેલી નૃત્યકલાઓ આજે શાળાઓમાં અને સીનેમામાં સજીવન થઈ રહી છે.”
વાંચક. પ્રાચીન દરેક આત્મસાધક તને યેનકેન પ્રકારે નષ્ટ ભ્રષ્ટ કરવા ઉદ્દામ ને ઉશૃંખલતા ભર્યા બેલગામ શબ્દો પરમાનંદ બેલે ને લખે છે અને વિકાસને વધારનારી નૃત્યકલાઓમાં તેમને હર્ષ થાય છે. અને એવાએવામાં એમને આઝાદી આવતી જણાય છે. આને કઈ પ્રકારની કુટિલ આઝાદી અને કઈ પ્રકારનું પરમાનંદનું વિચિત્ર - માનસ ! તે સર્વ સ્વયં વિચારી લે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com