________________
આદિજિન પંચકલ્યાણક પૂજા
હાળી
(ત સાતમે વિરતિ આદર રે -એ દેશી.) શુભ સમવસરણ ઈન્દ્ર રચ્યું રે લો,
ગઢ પ્રથમ રજતને વિશાળ જે; કેટ કાંચનને વચમાં વિરાજતો રે ,
ત્રીજો રાજે રતનને શાળ જે,
ચાલો જઈએ પ્રભુને વાંદવા રે લો. ૧ જિહાં વૃક્ષ અશોક શેક દૂર કરે રે ,
પુષ્પવૃષ્ટિ હાય જાનુ પ્રમાણ જે દિવ્ય ધ્વનિ સંભવ્ય ગાજી રહ્યો રે લો,
ચાર ચામર વીજય સુજાણ જે. ચાલો૦૨ પ્રભુ બેઠા મણિમય આસને રે લો,
પ્રભા–મંડલ જિન દર્શન કાજ; દેવદુદુભિ નાદ ગંભીર ઘણે રે લો,
ત્રણ છ– ત્રિભુવન રાજ જે. ચાલો૦૩ પ્રભુ ચેત્રીશ અતિશય શોભતાં રે લોલ,
ગુણ પાંત્રીશ વાણી રસાળ જે, દેવ કોડે સદેવ સેવા કરે રે લોલ,
પ્રેમે પૂજે ને બૂઝે પૃથ્વીપાળ જે. ચાલો૦૪ ૧ મનહર. ૨ હંમેશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com