________________
મુનિશ્રી ધુરંધરવિજયજીકૃત
काव्यम् यदीये कल्याणे मनुदनुजगीय वतारे जन्माप्तौ विरति-वरणे केवलदिने ॥ तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं ।
तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥ १॥ मंत्र-ॐ हाँ श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते नाथाय जिनेन्द्राय धूपं यजामहे स्वाहा ॥
“ઈતિ દીક્ષાકલ્યાણકે ચતુર્થ ભૂપપૂજા” ॥ केवलज्ञानकल्याणके पश्चम दीपपूजा ॥
દુહા પાળે પ્રવચન માતને, ટાળે ચાર કષાય; બાળે કર્મના મર્મને, ગાળે કમળ કાય. (૧) બહલી દેશે વિચરી, પાછા ફર્યા તત્કાળ; બાહુબલી પોકારતા, દાદા આદમ તાર. (૨) અનુક્રમેજિનજી આવીયા, અયોધ્યા નયરી બહાર; ઉત્તમ દિશિરાજે પરૂં, પુરિમતાલ મહાર (૩) શાનન ઉદ્યાનમાં, વડનું સુંદર ઝાડ; ફાગણ વદિ એકાદશી, નક્ષત્ર ઉત્તરાષાઢ. (૪) કમળ સમા નિર્લેપ ને, ગગન સમા નિઃસંગ ઉજજ્વળ યશ વિસ્તારમાં ગંગ તરગ શું રંગ.(૫) ક્ષપકશ્રેણિ આરોહીને, ધ્યાતા ઉજજવળ ધ્યાન, ઘાતિ કર્મને ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન. (૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com