________________
શ્રપાદલિપ્તસુરિના જીવનની માહિતી આપનારા સાહિત્યમાં શ્રી ભદ્રેશ્વરસૂરિની કથાવલી, શ્રીપ્રભાચંદ્રસુરિનું પ્રભાવક ચરિત્ર, શ્રી મેરુતુગાચાય ના પ્રશ્ન‰ચિન્તામણિ અને શ્રી રાજશેખરસુરિને ચતુવિ ંશતિ પ્રમધ મુખ્ય છે. જેમાં કથાવલીનું પ્રકાશન હજી સુધી થયું હોય તેમ જણાતુ નથી. તે ઉપરાંત પાટણના જૈન ભંડારમાં પાદલિપ્તાચાર્ય કથા નામનુ એક પ્રાકૃત-ભાષાબહુ ચરિત્ર પ જોવામાં આવે છે, પરંતુ તે ત્રુટક છે અને તેના પર હજી સુધી કાઇ સુયેાગ્યવિદ્વાનની નજર પડી હોય તેમ જણાતુ નથી. આ કથા તાડપત્ર પર લખાયેલી છે અને તેને લેખનસવત્ ૧૨૯૧ છે, તેથી પ્રભાવક ચરિત્ર, પ્રબન્ધચિન્તામણિ અને ચતુર્વિશતિ-પ્રન્ધ એ ત્રણે કરતાં તે જૂની જાય છે, કારણ કે પ્રભાવક ચરિત્રની રચના સંવત્ ૧૩૩૪માં પૂર્ણ થયેલી છે, પ્રબન્ધ-ચિન્તામણિની રચના સંવત્ ૧૩૬૧માં પૂર્ણ થયેલી છે અને ચતુર્વિશશિત-પ્રબન્ધની રચના સત્ ૧૪૦૫માં પૂર્ણ થયેલી છે. પરંતુ શ્રી પ્રભાચન્દ્રસૂરિ જેવા એક માહેશ પ્રબન્ધ-નિર્માતાના ધ્યાનમાં આ કથા નહિ આવી હોય, તેમ માનવાને કશું કારણ નથી, કારણ કે તે એમની પૂર્વે બહુ બહુ તો પચાશપાણાસા વર્ષ અગાઉં જ રચાયેલી હશે. એટલે પ્રસિદ્ધ થયેલા સાહિત્ય પૈકી પ્રભાવક–ચરિત્ર, પ્રબન્ધ-ચિન્તામણી અને ચતુર્વિ શતિ—પ્રબન્ધ એ શ્રી પાદલિપ્તસુરિની વનકથાના મુખ્ય આધાર છે.
આ ત્રણ પ્રબન્ધોમાં ચતુવિ શતિ-પ્રન્થની રચના મોટા ભાગે પ્રભાવક ચરિત્ર અને પ્રબન્ધ-ચિન્તામણિ પરથી થયેલી છે. તે સબંધી . હીરાલાલ રસિકદાસ કાપડીઆ તેના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં જણાવે છે કે અહીં આપેલા પ્રબન્ધામાંથી કેટલાક પ્રભાવકચરિત્રમાં પણ નજરે પડે છે. જેમકે (૧) આયનન્દ્વિ પ્રબન્ધ, (૨) પાદલિપ્તસૂરિ-પ્રાન્ધ, (૩) વૃદ્ધવાદિ-પ્રન્ધ, (૪) મલ્લવાસિરિ–પ્રબન્ધ, (૫) હરિભદ્રસુરિ–પ્રબન્ધ, (૬) બપ્પભટ્ટિયરિ પ્રબન્ધ અને (૭) હેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com