________________
ઉદ્દઘાત તરંગવતીનું સર્જન કરીને અમર નામના મેળવનાર આચાર્ય શ્રી પાદલિપ્ત પિતાની જીવનક્શા પિતાને જ શબ્દમાં લખી હોત તે જગતને કેટલું બધું જાણવાનું મળત!” એવો વિચાર ક્ષણભર મનમાં ઝબકી જાય છે, પરંતુ નિગ્રંથ-મુનિઓને આચાર જતાં તેમ બનવાનું શક્ય ન હતું, એ સુસ્પષ્ટ છે. જે મહાપુરુષોએ માતાપિતાની મહેચ્છત છેડી, પત્ની-પરિવારનો પ્રેમ છો, તન અને ધનની આસક્તિને તિલાંજલિ આપી તથા સર્વ સ્થૂલ ભાવોને વસિરે વોસિરે કરીને આત્મારામમાં રમણ કરવાની મહાપ્રતિજ્ઞાઓ ધારણ કરી, તે પોતાનો જીવનકથા પોતે કેમ લખે? સંભવ છે કે તેથી અભિમાનને સુતેલો સાપ ફરીને જાગે, સંભવ છે કે તેથી દૂર ભાગેલી માયા પિશાચિણી ફરીને પોતાને પિછો પકડે; સંભવ છે કે તેથી પૂર્વજીવનની ઘટનાઓ સ્મૃતિ–પટ પર તરી આવીને ચિત્તની સમાધિનો ભંગ કરે. એ કારણે નિર્ચય-મુનિઓ પોતાની જીવનક્શા પોતાના હાથે લખતા નહિ, કે જે પરંપરા આજસુધી તેમનામાં મહદ્અંશે જળવાઈ રહી છે. પરંતુ ગુણને ગુણાનુવાદ - કરવાથી જીવનદષ્ટિ નિર્મલ બને છે અને પરંપરાએ પરમપદને પામી શકાય છે, એવી માન્યતા તેમના હૃદયમાં હતી- આજે પણ છે. તેથી તેઓ મહાપુરુષોનાં ગુણગાન મુકત કંઠે કરતા હતા અને તેમની જીવનકથાઓને પતિતપાવની સરિતા ગણને તેમાં પુનઃ પુનઃ અવગાહન કરતા હતા. આ કારણે તેમના સમકાલીન કે નજીકના સમયમાં થઈ ગયેલા કોઈ નિર્ગથ મુનિવરે તેમની વિસ્તૃત જીવનથા રચી હેય તે બનવાજોગ છે, પરંતુ તેવી કઈ કથી કાલની કરાળ ડબ્બામાંથી બચીને આપણું સુધી પહોંચી હેય તેમ ઉપલબ્ધ થતાં સાધન પરથી ભુાતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com