________________
: ૪૮ :
જીવનકથા
'जह जह परसिणि जाणुअमि पालित्तओ भमाडेर । तह तह सिसिरवियणा, पणस्सा मुरंडरायस्स ॥ '
9
૧૨. ‘નિવત્તુઇિફ્ળ ' વાળી ગાથા શ્રી જિનબદ્રગણિ ક્ષમા શ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં આપેલી છે. જો કે ત્યાં શ્રી પાદલિપ્તસરિતા સ્પષ્ટ નામોલ્લેખ કરેલા નથી, પણ તે એમના સબંધમાં હશે તેવી સંભાવના કરવામાં આવે છે અને તે યેાગ્ય જણાય છે.
૧૩. બાળકો સાથેનો ખેલ અને વાદીઓ સાથેનુ કકક તેમની બાલ્યાવસ્થાના સૂચક પ્રસગા છે અને તે પાટલિપુત્રમાંથી પાછા ફર્યા પછી મથુરામાં જ બન્યા હશે તેમ જણાય છે. પ્રભાવકચરિત્રકારે આ પ્રસંગાનું વર્ણન મથુરાથી લાદેશમાં ગયા પછી અને એકારપુરના સ્વાગત પછી વર્ણવ્યું છે, પણ તે વખતે શ્રી પાદલિપ્તસૂરિ બાલ્યાવસ્થામાં નહિ પણ યુવાવસ્થામાં હોવા જોઇએ અને વધારે સ્પષ્ટ કહીએ તે પ્રૌઢ હાવા જોઇએ, કારણ કે તે અગિયાર કે બારમા વર્ષે મથુરામાં જાય છે, ત્યાંથી પાટલિપુત્રમાં જઈને થોડા વર્ષો ત્યાં ગાળે છે, પાછા મથુરા આવે છે અને ત્યાં કેટલાક વખત પસાર કર્યો પછી લાટદેશમાં જાય છે કે જ્યાંથી તે ફરી મથુરા પાછા ક્રૂરતા નથી.
૧૪. શ્રીપાદલિપ્તસૂરિના માનખેટપુર સાથેને સબંધ પ્રમન્ધચિન્તામણિ કે ચતુવિંશતિ-પ્રન્ધમાં જણાવેલેા નથી પણ પ્રભાવકચરિત્રમાં જણાવેલે છે. તે સબંધી ઇતિહાસનું મુનિશ્રી કલ્યાણવિજયજી જણાવે છે કે ઇતિહાસમાં માનખેટ અને કૃષ્ણરાજની હકીકત તા મળે છે; પણુએ કૃષ્ણને સમય ધણા અર્વાચીન છે. માંનખેટ( જે આજકાલ નિઝામ રાજ્યમાં માલમેટ એ નામથી પ્રસિદ્ધ છે )ના રાજા કૃષ્ણ પહેલાંના સમય વિક્રમ સંવત્ ૮૭૧ થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com