________________
ટિપ્પણ
: ૪૭ : ..
હોય. અથવા પ્રબન્ધકારે મથુરાનો ઉલ્લેખ, તેમણે શ્રી આર્યના હસ્તીના મુખમાં જે શબ્દો મૂક્યા છે, તે દર્શાવવા પૂરતું જ કર્યો હોય. તે ગમે તે હેય, પરંતુ શ્રી પાદલિપ્તસૂરિનું પ્રારંભિક સાધુજીવન પાટલીપુત્રમાં જ વિશેષ વ્યતીત થયું હોય તેમ મરંડરાય સાથેના પ્રસંગે પરથી જણાય છે. પાછલથી બ્રાહ્મણને ઉપદ્રવ થતાં શ્રી સંધ તેમને યાદ કરે છે, તે પણ એમને પાટલિપુત્ર સાથે ઘનિક સંબંધ દર્શાવે છે.
૯ નગરપ્રવેશ કરતાં પંડિતોએ ઘીની વાટકી મોકલાવી એ હકીકત પ્રભાવક ચરિત્રકારે માનખેટપુરના પ્રવેશ પ્રસંગે જણાવી છે, પ્રબંધચિન્તામણિકારે પાટલીપુત્રના પ્રવેશ વખતે જણાવી છે અને ચતુર્વિશતિપ્રબન્ધકારે પ્રતિકાનપુરના પ્રવેશ પ્રસંગે જણાવી છે, એટલે આ હકીકતને તેમની સાથે કોઈપણ પ્રકારે સંબંધ છે, એ નિશ્ચિત છે. માત્ર તે ક્યારે બની હતી, તે વિચારવું રહ્યું. અમને લાગે છે કે આ ઘટના પાટલિપુત્રના પ્રજ્ઞેશ વખતે જ બની હોવી જોઈએ, કારણ કે તે વખતે તેઓની ઉમ્મર નાની હતી અને એ અવસ્થામાં પણ તે કેવી બુદ્ધિ-ચમત્કૃતિ ધરાવે છે એ જોવાનું પંડિતને મન થયું હોય તે સ્વાભાવિક છે. તેથી એ ઘટનાને પાટલિપુત્રના પ્રવેશ વખતે મૂકેલી છે.
૧૦. શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક સૂત્રની ટીકામાં વેનેયિકી બુદ્ધિનું ઉદાહરણ આપતાં શ્રી પાદલિપ્તસૂરિને મુસંડ રાજ સાથે સંબંધ દર્શાવ્યા છે અને દડા તથા લાકડી વગેરેની હકીકત જણાવેલી છે, એટલે તે ઐતિહાસિક છે, એ નિર્વિવાદ છે,
૧૧. શ્રી પાદલિપ્તસૂરિએ પિતાની ટચલી આંગળી ઢીંચણ પર ફેરવીને મુરુડ રાજાની મસ્તકવેદના શાંત કરી હતી, તેની સૂત્રગાથા નિશીથભાષ્યમાં નીચે પ્રમાણે છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com