________________
: ૧૪:
જીવનકથા
રહીને તેઓ પાટિલપુત્ર ગયા કે જ્યાં ચંડના દુશ્મન મુંડને ખંડિત કરનાર મરુંડ નામને રાજા રાજ્ય કરતો હતો.
મસંડ રાજાના દરબારમાં અનેક પંડિત રાજાને પગાર ખાતા હતા. તેમણે સાંભળ્યું કે પાદલિપ્ત નામે જેનોના 'બાલ આચાર્ય નગરના સીમાડે આવીને ઉતર્યા છે અને તેઓ ઘણું વિધાન છે. તેથી પરીક્ષા કરવા માટે તેમણે મુસંડ રાજાની સંમતિથી થીણા વીથી ભરેલી એક સેનાની વાટકી તેમની પાસે મેકલી. શ્રી પાદલિપ્તસૂરિએ તેમાં બાવળની એક મોટી શૂળ ઊભી ખસી દીધી અને તે પાછી મોકલી. આથી રાજા અને પંડિત સમજી ગયા કે તેઓ જરૂર વિદ્વાન હોવા જોઈએ. પછી પંડિતની સલાહથી રાજાએ તેમને ગાજતેવાજતે નગર–પ્રવેશ કરાવ્યું.
ઉપાશ્રયે પહોંચ્યા પછી રાજાએ ચૂળ ઘાલીને વાટકી પાછી મોકલવાનું કારણ પૂછ્યું, એટલે પાદલિપ્તસૂરિએ જણાવ્યું કે “ હે રાજન ! સોનાની વાટકીમાં થીણું ઘી ભરીને અમારી પાસે મેકલવામાં તારે હેતુ એ હતું કે આ નગર પંડિતેથી પૂરેપુરું ભરેલું છે, માટે વિચારીને પ્રવેશ કરશે. તેના પ્રત્યુત્તરમાં અમે તને એમ કહેવકાવ્યું કે જેમ ઘીની વાટકીમાં ચૂળ સોંસરી નીકળી જાય છે, તેમ હું પણ પંડિતેના અંત:કરણમાં સોંસરે નીકળી જઈશ.” રાજા મર્ડને તેમના આ ખુલાસાથી ઘણે સંતોષ થશે.
એક વખત કોઈ પુરુષે મુસંડરાયને એક આશ્ચર્યકારી દડો ભેટ . કર્યો. આ દડો ગોળાકાર ગુંથેલો હતો અને તેને છેડે કયાં છે, તે શોધવું મુશ્કેલ હતું. આથી રાજાએ તે દડે પાદલિપ્તગુરુ આગળ મોકલ્યા અને કહેવડાવ્યું કે “આને છેડે શોધી આપજે.' ગુરુએ તેને મીણથી મેળવેલ જોઈને ગરમ પાણીમાં રગડશે કે તેને છુપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com