________________
શત્રુદ્ધાર
[ ૫૧ ] મેતની નિશાની દર્શાવી રહ્યા હતા, છતાં વીર વિકમશીએ વાઘને ધોકાવડે ખરો કરી નાખ્યો. રોષે ભરાએલા વાઘે વિકમશી ઉપર જીવલેણ હુમલે કર્યો. બંને જણ બેભાન થયા અને મૃત્યુ પામતાં પહેલાં સંકેત પ્રમાણે વિક્રમશીએ જોરથી ઘંટ વગાડ્યો, એટલે વાઘણપોળ પાસે રહેલા લોકોએ જાણ્યું કે વાઘ મરાય છે. આ રીતે વીર વિકમશીએ યાત્રાને માર્ગ ખુલ્લે કર્યો.
સૂર્યકુંડને પ્રભાવ સૂર્યકુંડ–હાથીપળની બાજુમાં એક લાંબી નળીમાં થઈને સૂર્યકુંડ પાસે જવાય છે.
આભાપુરના રાજા વીરસેનને ચંદ્રકુમાર નામને પુત્ર હિતે પણ અપર માતા વીરમતીએ શ્રેષથી તેને કુકડે બનાવી દીધો. ચંદ્રકુમાર (કુકડાના રૂપમાં) પિતાની બીજી પત્ની સાથે શ્રી શત્રુંજયની યાત્રા કરવા આવે છે, કુકડાને એકાએક પૂર્વ જન્મ યાદ આવ્યું તેથી તે સૂર્ય કુંડમાં પડ્યો. તે વખતે તેને ડૂબતા બચાવવા માટે તેની પત્ની પ્રેમલાલરછી પણ કુંડમાં પડી. કુકડાને પકડવા જતાં અપર માતાએ બાંધેલ દરે હાથમાં આવતાં તે અચાનક તૂટી ગયે અને અજાયબી વચ્ચે કુકડે ફરી વાર ચંદ્રકુમાર સ્વરૂપે પ્રગટ થયે. આ બનાવથી સૂર્યકુંડને મહિમા ખૂબ વિસ્તર્યો.
* શ્રી આદીશ્વર(દાદા)ની ટુંક.
મુખ્ય મંદિરને ત્રણ પ્રદક્ષિણા દેવાથી નાના મોટાં બધાં મંદિરના અને દેરીઓની પ્રતિમાના દર્શન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com