________________
શત્રુંજયોદ્ધાર
[ ૪૯ ] વિશ્રાંતિ માટે સુંદર છે. અહીંથી બે રસ્તા જાય છે. એક રસ્તે નવ ટુંકમાં જવાય છે અને બીજે રસ્તે દાદાની ટુંકમાં જવાય છે. દાદાની ટુંકના રસ્તેથી પવિત્ર શેત્રુંજી નદી દેખાય છે. આ રસ્તે આગળ વધતાં એક ભેખડમાં જાલી, મયાલી અને ઉયાલી એમ ત્રણ મૂર્તિઓ કોતરી કાઢેલ છે.
ડે આગળ જતાં રામપાળ આવે છે. અહીં યાત્રાળુઓ પાસેથી લાકડી, છત્રી, મેજા વગેરે વસ્તુઓ લઈ લેવામાં આવે છે. પોળની અંદરના ભાગને “દેલા ખાડી” કહે છે. તેમાં સગાળકુંડ આવેલ છે. ત્યાંથી વાઘણ પિળમાં (વિમલવસહીમાં) જવાય છે. વિમલવસહીમાં દાખલ થતાં ડાબા હાથ પર મુખ્ય મંદિરે નીચે પ્રમાણે છે. (૧) શ્રી શાંતિનાથજીનું મંદિર, (૨) ચક્રેશ્વરી દેવી.
મૂર્તિ રમણીય અને ચમત્કારી છે. શેઠ કરમાશાએ સં. ૧૫૮૭ માં શત્રુંજયના અધિષ્ઠાત્રી દેવી શ્રી ચકેશ્વરી દેવીની સ્થાપના કરેલ છે. - (૩) નેમનાથની ચોરી (કળામય મંદિર.)
આ મંદિર વિમલશાહ મંત્રીએ બંધાવેલું હોય તેમ લાગે છે. મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ છે.
બાજુના મંદિરના ઘુમ્મટમાં શ્રી નેમિનાથના જીવનપ્રસંગેના વિવિધ દે છે.
(જી સહસકણું પાર્શ્વનાથનું મંદિર. (પ) ગતશેઠનું મંદિર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com