________________
[૪૮]
નૂતન ભવ્ય પ્રતિમા છે. ટૂંકની પાસે હાલમાં નવીન જલમંદિર બનાવવામાં આવેલ છે. તેમાં શ્રી મહાવીર પરમાત્માની પ્રતિમા છે.
બાબુના દેરાસરમાંથી બહાર નીકળતાં પર્વત પરનું ચઢાણ શરૂ થાય છે. અમુક પગથી આ ચડતાં પહેલો હડે. આવે છે. અહીંથી સપાટ રસ્તે આવે છે અને તેને છેડે પહેલે કુંડ આવે છે. છેડા પગથિયાં ચડ્યા પછી બીજે હડે (વિસામે) આવે છે. પાસે “કુમાર કુંડ” આવેલે છે. ત્યાંથી આગળ ચડતાં હીંગલાજને હડે આવે છે. ત્યાં હીંગલાજ માતાજી પાસે બેઠેલા બારોટને નીચે પ્રમાણે દુહા થોડે દૂરથી સંભળાય છે –
હીંગળાજને હડો, કડે હાથ દઈ ચડ; ફૂટ્યો પાપને ઘડે, બાંધ્યે પુન્યને પડે.
અહીંથી આગળ ચડતાં નાને માનડીઓ આવે છે. ત્યાંથી આગળ ચડતાં માટે માન મેડીએ આવે છે.
અહીંથી થોડે જ દૂર છાલાકુંડ આવે છે. અહીં પવનની શીતલ લહેરખીઓ આવતી હોવાથી યાત્રાળુઓને વિશ્રામ લેવાનું મન થાય છે.
અહીંથી પશ્ચિમ તરફ “જિતેંદ્ર ટુંક” તરફ જવાય છે. ત્યાંથી સપાટ ભૂમિ પર ચાલતાં ચાતરા પર દેરી આવે છે. આ દેરીમાં દ્રાવિડ, વારિખિલ્લ, અઈમુત્તો અને નારદજીની ચાર મૂર્તિઓ કાઉસ્સગ ધ્યાનથી ઉભેલી છે. કાર્તિકી પુનમને મહિમા આ દેરીને લીધે છે. આગળ જતાં ચે અને પાંચમો કુંડ આવે છે. આગળ જતાં હનુમાન ધાર આવે છે. આ સ્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com