________________
શત્રુદ્ધાર
[૪૫] તળેટીમાં આગમમંદિર નામનું ભવ્ય દેરાસર છે. સુંદર ચૌમુખજીની પ્રતિમા છે. મંદિરના વિશાળ ચોકની ફરતી દીવાલોમાં આગ આરસની શિલામાં કેતરીને, કાચથી મઢાવીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. વચ્ચે ચૌમુખ પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આગામે દ્ધારક સ્વ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ આ ભવ્ય મંદિરને રમણીય, આકર્ષક અને સ્વચ્છ-સુંદર બનાવવા ભગીરથ પુરુષાર્થ કર્યો છે.
શ્રી શત્રુંજયના ઐતિહાસિક ઉદ્ધારે તેરમે ઉદ્ધાર મહવાના જાવડશાએ વિ. સં. ૧૦૮ માં કર્યો હતે. એવી કવાયકા છે કે કોઈ ગીરાજે જાવડશાને શત્રુંજયના ઉદ્ધાર માટે પ્રેરણા કરી હતી. પ્રભાવક શ્રી વાસ્વામીના વરદ હસ્તે જાવડશાએ આદીશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી હતી. પતિ પત્ની જ્યારે દવજદંડ ચઢાવવા પ્રાસાદના શિખર પર ચડ્યા ત્યાં જ પરમાત્માની સ્તુતિ કરતાં કરતાં મૃત્યુ પામ્યા હતા.
ચૌદમે ઉદ્ધાર કુમારપાળ રાજાના સમયમાં સં. ૧૨૧૧ માં બાહડ મંત્રીએ કર્યો હતે.
બાહડ મંત્રીના ઉદ્ધારને ટૂંક પરિચય
એક વાર ઉદયન મંત્રી શ્રી સિદ્ધાચળની યાત્રાએ આવ્યા. ચૈત્યવંદન સમયે તેમણે મુખ્ય મંદિરને જીર્ણ થયેલું જોયું તેથી તેમણે મનથી તીર્થનો ઉદ્ધાર કરવાનો નિશ્ચય કર્યો, પણ પિતાના જીવન દરમ્યાન તે નિશ્ચયને અમલમાં મૂકી શક્યા નહિ. સંગ્રામમાં મૃત્યુ સમયે તેમણે પોતાના પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com