________________
[ ૪૬ ]
નૂતન
બાહડને મંદિરનો ઉદ્ધાર કરવાનો પિતાને મનસૂબે જણ. બાહડે પિતાના પિતાની ઈરછાનુસાર તીર્થનો ઉદ્ધાર કરવાની તૈયારી કરી. બે વર્ષમાં મંદિર તૈયાર થયું પણ એકાએક સમાચાર આવ્યા કે મંદિરમાં તડ પડી છે. તરતજ બાહડ મંત્રી શત્રુંજય પર આવ્યા અને મદિરમાં તડ પડવાનું કારણ કારીગરને પૂછ્યું. તેઓએ જણાવ્યું કે મંદિરની અંદર પ્રદક્ષિણાને માટે જવા આવવાને જે માગે છે તેમાં હવાના ઝાપટા લાગવાથી મધ્ય ભાગમાં ફટ પડી છે. વળી શિલ્પશાસ્ત્ર પ્રમાણે પ્રદક્ષિણને માગ રાખવામાં ન આવે તે મંદિરના નિર્માતાને સંતતિ થાય નહિ એવું વિધાન છે. તરતજ મંત્રીશ્રીએ કહ્યું –ભલે, મને સંતતિ ન થાય પણ મંદિરમાં ફાટ પડવી જોઈએ નહિ.
મંત્રીશ્રીના તીર્થ પ્રેમને માટે તેમને હજારો વંદન
હશે !
સં. ૧૨૧૧ માં કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના હસ્તે તેમણે મુખ્ય જૈન મંદિરને ઉદ્ધાર કર્યો અને જાવડશાના સમયના પ્રતિમાજીને મુખ્ય મંદિરમાં વિરાજમાન કર્યા. ત્યાર પછી મુસલમાનોના અત્યાચારને લીધે મુખ્ય દેરાસરને નુકસાન થતાં અને પ્રતિમાજી ખંડિત થતાં સમરાશાએ સં. ૧૩૭૧ માં નવું મંદિર કરાવ્યું અને નવાં પ્રતિમાજી પધરાવ્યા અને છેવટે સં. ૧૫૮૭ માં વૈશાખ વદી છઠના દિવસે મેવાડનિવાસી કરમાશા શેઠે ગિરિરાજ પર નવું ભવ્ય મંદિર બંધાવી નવા પ્રતિમાજીને પધરાવ્યા છે, જે આજે વિદ્યમાન છે. મળનાયકની સામે શ્રી પુંડરીકસ્વામીજીના સુંદર પ્રતિમાજીને પણ કરમાશાએ સં. ૧૫૮૭ની સાલમાં પધરાવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com