________________
[ ૪૪ ]
નૂતન ગોડીજીનું મંદિર –શહેરના ચોકમાં આ દેરાસર આવેલું છે. મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની અલોકિક અને સુંદર મૂર્તિ છે.
નરશી કેશવજીનું દેરાસર –શેઠ નરશી કેશવજીની ધર્મશાળામાં ચૌમુખજીનું ભવ્ય મંદિર છે. " શ્રી નરશી નાથાનું દેરાસર:–શેઠ નરશી નાથાની ધર્મ શાળામાં આ દેરાસર છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી છે.
મહાવીર સ્વામીનું દેરાસર:-શ્રી વીરબાઈ પાઠશાળાના અંદરના ભાગમાં આ દેરાસર છે.
મેતી સુખીયાનું દેરાસર:–મેતી સુખીયાની ધર્મશાળામાં આ દેરાસર છે.
કંકબાઈનું દેરાસર -કંકુબાઈની ધર્મશાળામાં મેડી પર ઘર દેરાસર છે.
જશકુંવરનું દેરાસર –જશકુંવરની ધર્મશાળામાં અંદરના ભાગમાં આ દેસસર છે.
માધવલાલ બાબુનું દેરાસર:-માધવલાલ બાબુની ધર્મશાળામાં આ દેરાસર છે. મૂળનાયક તરીકે શ્રી સુમતિનાથ (સાચા દેવ) છે. પંજાબી ધર્મશાળામાં એક દેરાસર છે. મા જૈન બાલાશ્રમમાં એક દેરાસર છે.
તળેટી નજીક જૈન સોસાયટીમાં રમણિય કાચનું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સુંદર દેરાસર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com