________________
[૪૦ ]
નૂતન બાળે ચઢે આવી આનંદમાં બોલતા જય જયાનંદ ઉચ્ચારતા; નાચે ધરી ભાવ દાદાતણ દર્શ આજે થશે શબ્દ જે બોલતા; નારી ચઢે ભાવ ધારી સહુ વારી સંસાર માયા હરી ચિત્તથી, સારી મતિ ધારી હાથે લઈ વારી પ્રક્ષાલતી દેવ અંગો છતી. રર કસ્તુરિકા કેશર મિશ્રિતા ચંદનાદિ સુગંધે ભરી વાટિકા, અપ નવાગે ધરી ભાવ અંગે ઘણું સુપ્રસંગે પ્રભુ પૂજિકા; માળા સુગંધી ફલેની ઘણા વર્ણ આનંદ ને ભાવને વર્ષ તી, અર્થી પ્રભુકંઠમાં શોભતી સુંદર ભવ્ય ભાવઘને અર્પતી. ૨૩ ધૂમાચિતા જેહગંધને સર્વ દિભાગને ગંધ અર્પે ઘણ, આરાત્રિકાત આત્માતણ આપતી દર્શ જે દિવ્ય આત્માતણા; ઉતારતા ભવ્ય ભાવે વદે ગીત આદિપ્રભુના ઘણી ભાવના, એવી રીતે ચિત્ય વંદી સુભાબને લીન પુઘ જે આત્મના. ૨૪ એ ભક્તિની પુષ્પમાલા વિશાલા ઘણા વર્ણ એમાં સુગંધભર્યા, ગૂંથી પ્રભુભક્તિનાં તાનમાં ભાન ભૂલી સ્વશક્તિ વિના સાંભળ્યા; તે મદને ભક્તિના હેતુ જે થજે ભાવિકને સદા સૈાખ્યદા, સેવા યુગાદિ પ્રભુની ફળે બાલને આત્મશાંતિ થજો સર્વદા. ૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com