________________
શત્રુ જદ્ધાર
[ ૩૯ ]
મોટી પ્રવૃત્તિ ધરી શુદ્ધ વૃત્તિ કરી પ્રાપ્ત સંપત્તિ કેઈ શ્રાવક, અપ પ્રભુ–પાદપો નમી શુદ્ધભાવે વિરાગી થઈ ભાવકે; અાવધિ રીપ્ય મુદ્રા સમપ કર્યા તીર્થપ્રાસાદ તીર્થેશમાં, આકાશથી જેહ સ્પર્ધા કરે ઈંદ્રમાની કહે તેહ સ્વર્ગો સમા. ૧૬ પૂનીત જે સાધુ ભક્તિથકી થાય વૈરાગ્યની સાત્વિક ભાવના, તે થાય સિદધાચલે જે અનાયાસ મોટી તપસ્યાથકી પાવના; સેવે ધરી ભકિત શત્રુંજય તીર્થ પૂજા કરે જેહ શુદ્ધાતમા, તે સચ્ચિદાનંદરૂપે રહે મેક્ષ પામી વરે શાંતિ આનંદમાં. ૧૭ વાયુ હારે મંદ સૌગંધ ગંભીર રેણુ પ્રભુ અંગથી શાંતિમાં, અર્પે પ્રભુસ્નાન માટે સુગંધી સુધા તુલ્ય પાણી ધરી પાત્રમાં; એવી કરે ઇંદ્રસેવા પ્રભુની સુવેલી કરે હાર પુપતણા, દિવ્યષધિ ગંધ કસ્તૂરિકા ચંદનથી ઘણું ત્યાં કરે પૂજના. ૧૮ શ્રી શારદા દિવ્ય ઝંકાર ગંભીર વીણુ બજાવી કરે પ્રાર્થના, થાયે સહુ મુગ્ધ તે સાંભળી મંજુવાણી ઝણત્કાર દેવાંગના; કાવ્ય તિહાં હસ્ત જેડી ઊભા જે અલંકાર શબ્દતણા ધારતા, અર્થો ભર્યા ગૂઢ જેના વિષે હોય તાત્પર્ય પાપીઘને વારતા. ૧૯ છે ઘણા કાવ્ય બંધે સુવૃત્ત મનોહારી નિબંધ શાસ્ત્રોક્ત જે, પદ્યો અવદ્યો સ્તુતિ નાદબદ્ધ કરે પ્રાર્થના મુગ્ધ ભક્તોક્ત તે; ધારી અલંકાર શબ્દાર્થ ઝંકાર સંસ્કાર ભેળી ચમત્કારને, આદિપ્રભુ ભક્તિની પ્રેરણાથી હરે ચિત્તવૃત્તિ વિસંવાદને. ૨૦ ચાલ્યા મુનિ કેઈ સાવીત સંઘ ગાવે મુખે દિવ્ય સુપ્રાર્થના, નાલીતણું પુત્ર આદિ પ્રભુના સ્મરી ગાન આનંદ અભ્યર્થના માતા મરુદેવીના પુત્રને વંદીને ભાવથી જન્મ સાફલ્યતા, માને ઘણું હર્ષથી સ્તોત્ર ગાતા ચઢે સિદ્ધક્ષેત્રે ફળે દિવ્યતા. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com