________________
[૩૮]
નૂતન
મંદારમાલા શશીકંઠ ઉત્કંઠ ધારી અલંકાર દિવ્યાંગના, સાનંદ શૃંગાર સોળે સજી નૃત્ય શત્રુંજયાદ્રિ વિષે વંદના; તાલી દિયે તાલને ભક્તિના ગાન દેવાંગના ગાય છે શાંતિના,
કરે નૃત્ય સેવા સમયેં હરી કલેશ હેતુ ધરી મુકિતના. ૧૦
પ્રેમે નમું પાદ શત્રુંજયા! કરી દૂર શત્રુ સહુ આત્મના, તારા પદે દુઃખ દારિદ્રય જાયે સહુ ભવ્યના જન્મ કેટતણા; વંદું તને ભક્તિભાવે ગિરિરાજ થાએ ન કઈ થકી તુલ્યતા, ગાવે ફર્શદ્રો સ્વજિલ્લા સહસે ન ગાઈ શકે તાહરી ભવ્યતા. ૧૧ માનાદ્રિ તુંગાદ્રિ તેવા બલાદ્રિ ભલા નીલ આદિ ઘણા લોકમાં, ધારે શિરે શીત વાયુ સુધાતુલ્ય પાણતણું સંગ્રહ ડેકમાં; તારા વિના આત્મશાંતિ ન કેઈ સમર્પો હરી શત્રુઓ આત્મના, તે ધારિયા છે શિરે આદિ તીર્થકરે તેને હું કરું વંદના. ૧૨ઊંચા તથા નિમ્ન માર્ગો ગિરિરાજ જાતા ઘણા કે પ્રસ્વેદના, વાય હરે દુઃખ ગંધે ભર્યો શાંતિ આપે હરી પગલી વેદના; તેવે સમે સ્કૂર્તિ જાગે મને દોષ ટાળે હરે શત્રુ જે આત્મના, જાગે પ્રભુભકિત આનંદ ઊર્મિ ઘણું થાય છે જે પ્રભુ વંદના. ૧૩ આવ્યા અનંતા મુનિના સમૂહો કર્યા સ્પર્શ સર્વે અણુણુમાં, તેથી નિપાયા પ્રભુ ભાવનાના અસંખ્યાત મેઘ ગિરિરાજમાં; આવે ઈહાં ભવ્ય પ્રાણી અને પાપકારી સહુ શુદ્ધ થાએ ઘણા, માટે નમે નિત્ય સિદ્ધાદ્રિને ભાવ ધારી પ્રભુ આદિ દેવેંદ્રના. ૧૪ તીર્થકર કે ચોવીશીના એહ તીર્થેશમાં આવિયા ભાવથી, આચાર્યદેવે મુનિ ને તપસ્વીત| સુપ્રવાહો વહ્યા હેતુથી; આવ્યા ઘણા સંઘ ધર્માતણ સંઘભક્તિ ધરી અંગ સિદ્ધાચલે,
તેથી ઘણે રંગ મુક્તિતણો સંગ પાપિત ભંગ થાએ ભલે. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com