________________
શત્રુ જદ્વાર
[ ૪૧ ] તીર્થાધિરાજ શત્રુ જ્યનું સંક્ષિપ્ત વર્ણન
મોટા શહેરમાં ચારે બાજુ મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓથી ઘેરાયેલા મંદિરો જોઈએ તેટલી શાંતિ આપી શકતા નથી અને ભાવિકોને પરમાત્મા પ્રત્યેને ભક્તિભાવ જોઈએ તેટલે ઉલ્લાસ પામી શક્તા નથી તેથી ઉન્નત ગિરિશંગો કે પર્વત પર મદિર બંધાવવામાં આવેલ છે. મનુષ્ય સંસારની કે દ્રવ્યપાર્જનની વિવિધ ઉપાધીઓથી મુક્ત થઈ છેડા દિવસે તીર્થસ્થાનમાં, ધર્મ ગ્રંથોમાં બતાવેલ હોય તેવા શુદ્ધ વ્યવહારથી, પિતાના ઈષ્ટદેવની બની શકે તેટલી ભક્ત કરવા ઈચ્છા રાખે છે. જેને એ જે જે સ્થળને તીર્થો તરીકે સ્વીકારેલ છે તે તે સ્થળે જૈન ધર્મના તીર્થકરોના જીવનપ્રસંગે સાથે થોડેઘણે સંબંધ ધરાવતા હોય છે શ્રી શત્રુંજય પર પ્રથમ તીર્થકર આદીશ્વર ભગવાન પૂર્વ નવાણું વખત આવેલ છે. શ્રી ગિરનાર પર ભગવાન નેમિનાથના ત્રણ કલ્યાણક થયેલા છે. સમેતશિખર પર વીશ તીર્થકરે મોક્ષપદને પામેલ છે. કુદરતી સૌદયના ધામરૂપ પાવાપુરી શ્રી મહાવીરસ્વામીની નિર્વાણભૂમિ છે. આબૂ અને રાણકપુર સુંદર શિલ્પ માટે પ્રખ્યાત છે જ્યારે તારંગાજીનું મંદિર સુંદર બાંધણી માટે પ્રખ્યાત છે.
જેનોના દષ્ટિબિંદુ પ્રમાણે તીર્થ એટલે સંસારથી મુક્ત કરે–તારે તે જેને દેહદમન પર વધુ પડતો ભાર મૂકે છે, તેથી જૈનેએ ઘણું કરીને પર્વતને તીર્થસ્થાન તરીકે પસંદ કરેલ છે. આત્મશુદ્ધિ માટે અને પરમાત્માની ભક્તિને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com