________________
શત્રુજયદ્વાર
[ ૩૫ ]
ઇંદ્ર પ્રગટ કરે ભકિતને, નૃત્ય કરે બહુ ભાવ. ઇંદ્રપ્રકાશ છે તેહુથી, નામ પ્રસિદ્ધ પ્રભાવ. તારે મુનિજનવૃંદને, પાપીને પણ જેહ; મહાતીર્થં તેથી કહે, પ્રણમા મન ધરી નેહ. ૧૦
શાશ્વત છે. ત્રણ કાળમાં, તારક એ ગિરિરાજ; શાધૃતગિરિ તેથી કહે, બેાધિખીજ શિવરાજ, ૧૧ એહ ગિરિને સેવતાં, શકિત અમિત દૃઢ હાય; ઢશક્તિ તેથી કહે, તુલ્ય ન આવે કાય. ૧૨ મુકિતમા ખીજે નહીં, ગિરિસેવા વિષ્ણુ જે; મુક્તિનિલય તેથી કહે, ધામ મુક્તિનું તેહ. ૧૩ સુમતિ મળે સહુ જીવને, એ ગિરિવરમાં અનૂપ; પુષ્પદંત એ નામથી, જાણે સુરનર ભૂપ. ૧૪
પૃથ્વીમાં સુંદર ઘણેા, રજરજ પૂનિત જેહ; પૃથ્વીપીઠ જાણે સહુ, અવધારા ગુણગેહ. ૧૫ ભદ્ર સહુનું એ કરે, ગિરિવર સુંદર વાન; સુભક્ તેથી જાણવા, શાંતિ સુહંકર ભાણુ. ૧૬ ગિરિવર મહુ અવની વિષે, વિવિધ નામ પ્રખ્યાત; એ પર્વત કૈલાસગિર, મુક્તિનગરી સાક્ષાત. ૧૭
વિવિધ વૃક્ષ રાજી, ઇંડાં, ગધગુણે ભરપૂર; કદંબગિરિ કહે જેહને, કદંબ તરુ અકૂર. ૧૮
ઉજ્જવલ પ્રભુ ઉજવલ ગુણા, ઉજવલગિરિનાં શૃંગ; ઉજ્જવલરિ કહે તેહથી, સેવે વિજન ભંગ. ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com