________________
નૂતન
યેગી મુનિ ધ્યાને રે, તપ તપવા કાજે, બહુ ઉચિત છે સ્થાન રે, સુંદર ત્યાં ગાજે. સિ. ૨૫ શ્રીપુજ્યની દેહરી રે, મન હરતી દીસે, આત્માની શાંતિ રે, જઈ વસીએ ભાસે. સિ. ૨૬ હીરબાઈને કુંડ રે, આવ્યો તળીઓમાં, ગઢ દીઠે જિમુંદને રે, હર્ષ વચ્ચે દિલમાં. સિ. ૨૭ ઉત્સુક મન થાએ રે, પ્રભુ કયારે ભેટે? - દાદાના ચરણે રે, મસ્તક કરું હટે, સિ. ૨૮ ક્ષણ થોડા રહ્યા છે રે, દાદાને મળવા, સાર્થક નરભવનું રે, પાતિકદળ હણવા. સિ. ૨૯ દ્રાવિડ વારિખિલ્ય ૨, મુનિ પગલા દીઠાં, તપ તપી ત્યાં જેહનાં ૨, કમે સહુ નાઠાં. સિ. ૩૦ આઈમ નારદજી રે, દ્રાવિડ મુનિજનની, વારિખિલ્ય મુનિની રે, મૂર્તિ મનહરણું. સિ. ૩૧ કરી મુનિ દર્શનને રે, સહુ દુઃખને હરીએ, તેહના ગુણ ગાઈએ રે, સહેજે ભવ તરીએ. સિ. રામ ભરત ને શુક મુનિ રે, શિલંકાચાર્ય થયા, થાવગ્યા મુનિવર રે, અહીં આ આવી રહ્યા. સિ. ૩૩ કરો દર્શન તેના રે, મન આનંદ વરો. પાતિક ભવભવનાં રે, ક્ષણમાં દૂર કરો. સિ. ૩૪ આ ઢંકડો મારગ રે, દાદાની ટુંક તણે, હવે ભેટશે જિનવર રે, આદિ પ્રભુ જાણે. સિ. ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com