________________
બાલ વીશા
બેલ વીશ
કેઈપણ વાતમાં કદાગ્રહ કર નહિં
અસત્યાગ્રહને ત્યજ કરી ચૂર્ણ જે ”
ઘણે ભાગે પોતાની વાત તદન ખોટી હોવા છતાં સાચી કરાવવાનો મનુષ્યનો સ્વભાવ હોય છે. વાંદરાની મૂઠી અગર લેહ વણિકની પેઠે પોતાની તલી વાત મરણના છેડા સુધી પકડી રાખે છે. પ્રમાણિક, તટસ્થ, હિતેચ્છુ અને નિસ્વાર્થી પુરૂષ સમજાવે છતાં અને પોતે પોતાની વાત ખોટી હોવાનું જાણવા છતાં પણ વધેલી હઠ છોડે નહિ તે અસકદાગ્રહી કે દુરાગ્રહી કહેવાય.
મારૂં તે સારૂ” એ દુરાગ્રહ છે. અને સારું તે મારૂ” એ સત્યાગ્રહ કહેવાય. વિવેકદ્રષ્ટિ વિનાનો આગ્રહ તે દુરાગ્રહ છે અને નિઃસ્વાર્થી વૃત્તિથી, સર્વસ્વ ભોગે જનસમાજના હિતકર કર્યોમાં આગ્રહ તે સત્યાગ્રહ છે.
કદાચડી માણસ કોઈ સાથે સંપ રાખી શકે નહિ. ગુણાતીપણું તેનાથી દુર રહે. તેનો કોઈ વિશ્વાસ ન કરે. બીજની તે નિદા કરે અને બીજ એની નિંદા કરે. પોતાની નિંદા સાંભળી કજીયા-ફ્લેશ-કંકાસ કરે. વેરઝેર થતાં કુસંપ વધે અને કુસંપ વધતાં વમી અને સુખ રીસાઈ જાય. પરંપચએ અનેક દુ:ખ અને અવગુણે વધવાથી આર્ત અને રૌદ્ર ધ્યાનપૂર્વક મરીને દુર્ગતિમાં . આવું સમજ સુખ અને ધર્મના ઈચ્છક માણસે કદાગ્રહ. છેડી સરળતાપૂર્વક સત્યાગ્રહી-ગુરગ્રહી બનવું. એ નીતિ માર્ગાનુસારીનો ૨૦મો ગુણ જાણવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com