________________
-
-
- -
-
-
-
-
-
-
- -
-
-
૭૦
બેલ સત્તરો
શાસ્ત્રમાં અનાજને ઓષધિ કહેલ છે. અનાજને ઔષધ તરીકે સુધા વેદનીય ભૂખ શાંત કરવા નિમિત્તે નિયમિત સ્વાદ કર્યા વગર ખાનારને ઘણે ભાગે રોગાદિ ઉપદ્રવ થવા ન પામે. વિવેકી, વિચક્ષણ માણસ કકડીને ભૂખ લાગે ત્યારે જ પોતાના ઘરે કે પારકે ઘરે અનુકળ અને નિયમિત સાત્વિક સાદો ખોરાક દૂધ, ઘી, ઘઉં, ચોખા, મગ, પાકાં ફળ, મેવ વિગેરે ખાય. ભૂખ લાગવા માટે શરીરને વ્યાયામ-કસરત અગર મહેનતવાળું કામ આપવાની જરૂર છે. અંગમહેનત કરવાથી જઠરાગ્નિ સતેજ થાય છે, ખૂબ ભૂખ લાગે છે અને લુખે કે ટાઢ સ્વિાદ વગરનો ખોરાક ખાતાં મીઠો લાગે છે, તેમજ તરત પાચન પણ થઈ જાય છે.
ખાધેલું અનાજ બરાબર પચી જાય અને પાછી ટાણા ઉપર બરાબર ભૂખલાગે તોજ ખાધું કહેવાય અને એવો ખોરાક શરીરને ગુણ કરે-પુષ્ટ-બળવાન બનાવે છે. શરીરમાં રોગાદિકની ઉપાધિ થવા પામતી નથી. પ્રતિકૂળ ભજન લેવાથી પુંડરીક કુંડરીકની પેઠે વિકિયા થવા પામે છે. આવું સમજી વિવેકી માણસે મહેનત કરી ભૂખના પ્રમાણમાં સાત્ત્વિક-પ્રકૃતિને અનુકૂળ, સાદું અને નિયમિત ભોજન લેવું જોઈએ. એ માણસાઈને ૧૭મો ગુણ થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com