SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મેલ મારોા ૧૫ હમેશાં પોતાની પાસે ઘણું દ્રવ્ય હોય કે ઘણી પેદાશ હોય તો તેના ચાર ભાગ કરવા-પાડવા. જમીન, વ્યાપાર, ઘરખર્ચી અને દાન પુણ્ય માટે જમીનમાં ડાટી રાખેલું ધન જરૂરી પ્રસંગે ઉપયોગમાં આવી શકે. અથવા ક્ષેત્ર, વાડી કે મકાનમાં રોકેલું ધન પણ અવસરે લાભદાયક-મદદગાર થાય છે. એ બે રીતે રોકેલું દ્રવ્ય બગડતું નથી કે ચારાદિક વડે નાશ પામતું નથી. વ્યાપારમાં રોકાયલું ધન મૂડી પ્રમાણે નીતિપૂર્વક વ્યાપાર કરતાં ભાગ્ય અનુસાર વધતું રહે. જ્યારે ઉદારતાથી, આ લોક કે પર લાકની લાલસા વગર, યોગ્ય સ્થળે, યથાશકિત કરાયલું દાન આ ભવ અને પર ભવમાં અપાર લાભદાયક નીવડે છે. આ પ્રમાણે આવક અનુસાર યથાશકિત દાનાદિક શુભકાર્યોમાં ધનનો સદુપયોગ કરવો, પરંતુ ખાટા ખરચામાં કરજ કરી ધનનો દુરૂપયોગ ન કરવા એ નીતિમાર્ગાનુસારીના બારમે બાલ કહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy