________________
બાલ સાતમા
સારા પડોશવાળા સ્થાનમાં રહેવુ
· શુભ પડોશમાં વસતાં થાએ સુખ ને.’
૪૩
વે નિમિત્ત વાસી છે. એક પોપટનાં બે બચ્ચાં. એક ભીલાના સહવાસમાં રહ્યું અને બીજું તાપસાના આશ્રમમાં રહ્યું. ભીલાના પરિચયમાં રહેનારને કુસંસ્કારો પડયા. આવતા જતા માણસાને જોઈ ‘મારો, પકડો, લૂંટો, વિગેરે શબ્દો બોલે.. જયારે તાપસાના સહવાસમાં રહેનાર વેદસૂત્ર કઠસ્થ કર્યા, સારા સંસ્કારો મેળવ્યા અને આવતા જતા જાને ‘આવા, પધારો, બેસા’ વગેરે બાલવાનું શિક્ષણ અને સુખ મેળવ્યું. એજ પ્રમાણે માણસ લુચ્ચા, લક્ ગા, જુગારી, ચેર વિગેરેની સાબત કરે તો તેવી કુટેવ પડે. તેમજ નીતિમાન, સદાચારી એવા સાધુસંતનો સંગ કરે તો સદબુદ્ધિ આવે અને ઉંચા સંસ્કાર પડે.
માટે આજુબાજુમાં વસતા પાડોશી પ્રમાણિક, નીતિવાળા, સદાચારી, નમ્ર, વિવેકી અને ધર્મનિષ્ટ હોય તેવે ઠેકાણે રહેવાથી વિચાર, ઉચ્ચાર અને આચાર સારા રહે યા સારા થવા પામે, તથા સુખી જીવન વીતાવી શકાય. ધના, શાલિભદ્ર અને યવના શેઠના જીવો પૂર્વ ભવે સારા પડોશમાં રહેતા, જેવી સુપાત્રે દાન દેવાના અવસર આવ્યો અને ભાગ્યશાળી બન્યા.
શુભ પડોશ એટલે શુભ વાતાવરણ. વાતાવરણ અનેક ાતનું હોય છે. ઘરનું વાતાવરણ ઘરમાં વસતાં માણસા-માતા, પિતા, સી, ભાઈ, ભાઈ વિગેરે કુટુંબીજનોનાં જેવા સ્વભાવ ને વર્તન હોય તેની અસર સારી કે નરસી સાથે રહેનારને થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com