________________
- ra -
બોલ સાતમે
દાન દેવાનો પ્રસંગ ઓછો આવે. તેમજ લૂંટફાટ કે આગ-વાય-પ્રલાય વિગેરે ભયના પ્રસંગે કોઈ સાંભળનાર કે મદદગાર ન મળવાથી જનમાલ બચાવવા મુશ્કેલ થઈ પડે તેવા ઘરમાં રહેવું નહિ.
વળી ઘણાં બારી બારણાં વાળા, ચારે બાજુ તદન ખુલ્લા કે જાહેર રસ્તા ઉપર રહેલા મકાનમાં પણ વસવાટ કરવો ન જોઈએ કારણ કે તેવા ઘરમાં રહેતાં રસ્તા ઉપર ઘણા માણસોની આવજ થતી હોવાથી ઘરમાં બેઠેલ સીઓની લાજ-મર્યાદા ન સચવાય. સ્ત્રીઓની વૃત્તિ ચપળ બને. ઘણાં બારણાં હોવાથી ચોર, લુચ્ચા, લફંગા વિગેરે ખરાબ માણસને ઘરમાં પેસવું સુલભ થાય અને ઘર આગળ ઘણી ગરબડ થતી હોઈ સ્થિર ચિત્તે કોઈ કામ થઈ શકતું નથી.
વળી વિશેષમાં રહેવાનું મકાન કોતરકામ વગરનું સાદું અને પોતાના કુટુંબનું સુખેથી પોષણ થઈ શકે તેટલું તેવું હોવું એ લાભદાયક છે. સાદું અને પૂરતું હોય તો તે મકાન હમેશાં વપરાતું હોવાથી સાફસુફ થઈ શકે અથવા રહી શકે. બનાવતી વખતે પૈસા અને વખતને પણ બચાવ થાય. કોતરકામ વાળું કે અતિ વિશાળ હોય તો તે મકાન સાફસૂફ ન થવાથી રજ-જળાં વિગેરે કચરો જામે અને અનેક જંતુઓ ઘર કરી રહે છે. જયારે સાફ કરવાને વખત આવે ત્યારે અનેક જંતુઓના ઘર ભાંગે અને જીવોની હિંસા થવા પામે.
વળી જે ભૂમિ અશુદ્ધ હોય–હાડકાં, મડદાં જયાં દટાયેલાં હોય કે મળમૂત્ર જ્યાં પડતાં હોય તેવી જમીન ઉપર પણ ઘર બનાવવા ન જોઈએ. તેમજ ઘરમાં કે આંગણામાં પેશાબ, સેડા, લીંટ, બળખા કે પાણી વિગેરે નાંખી કીચડ કરી ગંદકી કરવી નહિ. ઘર દરેક રીતે સ્વચ્છ રહેવાથી જીવજંતુઓનો ઉપદ્રવ થવા ન પામે, હિંસા ન થાય અને રોમાદિક પીડા થવા ન પામે, તેમજ ચિત્તવૃત્તિ શાંત અને સ્થિર રહેવા પામે. વળી ધન અને જીંદગી સહીસલામત રહે, અનાચારથી બચી જવાય અને ધર્મમાં અખંડ પ્રવૃત્તિ સેવી શકાય. ઈત્યાદિક અનેક ફાયદા થાય. માટે ઘર સંબંધ ઉપર બતાવેલ બાબતોને વિવેક રાખનાર માણસ માર્ગાનુસારી ગણાય છે. એ માણસાઈને સાત બેલ કો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com